કોરોના પછી પહેલીવાર લોકલ-બસમાં 1 કરોડથી વધુ પ્રવાસી

134

મુંબઇ : બે વર્ષના કોરોનાકાળ બાદ પહેલીવાર મુંબઇમાં લોકલ ટ્રેન તતા બસોમાં રોજના પ્રવાસીઓની સંખ્યા એક કરોડના આંકને વટાવી ગઇ છે.હાલમાં મુંબઇ ડિવિઝનના પશ્ચિમ અને મધ્ય રેલવેની લોકલ ટ્રેનોમાં દરરોજ ૭૦ થી ૭૨ લાખ લોકો પ્રવાસ કરતા થયા છે જે કોરોના પહેલાંના આંકડા કરતા ૬ થી ૮ લાખ ઓછો.કોરોના પહેલા ૭૮ થી ૮૦ લાખ લોકો પ્રવાસ કરતા હતા તેવી જ રીતે બેસ્ટની બસોમાં વર્તમાનમાં સરેરાશ ૩૦ લાખ લોકોનું પરિવહન થાય છે.બેસ્ટને અપેક્ષા છે કે આગામી ચાર મહિનામાં આ સંખ્યા ૩૫ લાખ સુધી પહોંચી જશે.પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ દૈનિક પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોઇ રહ્યા છે.ઉપરાંત એસી લોકલમાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે.માર્ચમાં એસી લોકલમાં રોજ ૧૫ હજારથી વધુ લોકો પ્રવાસ કરતા હતા.જ્યારે કે મધ્ય રેલવેના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે સેન્ટ્રલ રેલવેમાં દૈનિક સરેરાશ ૪૨ લાખ લોકો પ્રવાસ કરે છે.આ સંખ્યા કયારેક ૪૫ લાખનો આંકડો પણ આંબી જાય છે.બેસ્ટમાં ગત વર્ષના અંત સુધીમાં ૨૦ થી ૨૫ લાખથી ઓછા લોકો પ્રવાસ કરતા હતા.જોકે કોવિડના સમયમાં બેસ્ટની બસો લોકો માટે લાઇફલાઇન સાબિત થઇ હતી.હાલમાં બેસ્ટમાં દરરોજ અંદાજે ૩૦ લાખ લોકો પ્રવાસ કરે છે.

Share Now