નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મંગળવારે આઠ યુવકોની ધરપકડ કરવામાં આવી છે.વાયરલ થયેલા વિડિયોમાં આ આરોપીઓ એક દલિત કિશોર પર હુમલો કરતા, તેને અપમાનિત કરતા અને એક આરોપીના પગ ચાટવા મજબુર કરતા બતાવવામાં આવ્યા છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના 10 એપ્રિલે બની હતી પરંતુ વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પીડિત દસમા ધોરણનો વિદ્યાર્થી છે.તેની ફરિયાદના આધારે તે જ દિવસે એફઆઈઆર નોંધવામાં આવી હતી.પીડિતે કહ્યું, “10 એપ્રિલના રોજ એક છોકરો મારા ઘરે આવ્યો અને મને એકાંત સ્થળે લઈ ગયો, જ્યાં વધુ સાત લોકો હતા.હું સાતમાંથી કોઈને ઓળખતો નહોતો.પીડિતએ વધુમાં ઉમેર્યું, “તેઓએ મને માર માર્યો અને ત્રાસ આપ્યો.હું તેમને ઓળખતો નથી અને મને ખબર નથી કે તેઓએ શા માટે મને માર માર્યો.” સ્થાનિક પોલીસ સ્ટેશનના એસએચઓ હરિકેહ સિંહે કહ્યું, “અમે તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.કેટલાક આરોપીઓ સગીર છે.અમે પેપરવર્ક કરી રહ્યા છીએ અને તે મુજબ આગળની કાર્યવાહી કરીશું.” એસએચઓએ વધુમાં જણાવ્યું હતું કે, “આ છોકરાઓ વચ્ચેની પરસ્પર દુશ્મનાવટનો મામલો હતો, જેના કારણે આ ઘટના બની હતી.હુમલાના આરોપમાં આઈપીસી કલમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે.”