સાપુતારા : ડાંગ જિલ્લાના વધઈ તાલુકા ના વધઈ નજીક ડુંગરડા ગામે ડેરી ફળીયા મા રહેતા નજીવી ઝગઙા ના કારણે બે નાના બાળકો નાં મોત નુ કારણ બનતા ડુંગરડા ગામ મા માતમ છવાઈ જવા પામ્યો છે.બનાવ ની વિગત એવી છે કે શૈલેષભાઇ જયરામભાઇ વૈજલ (કુકણા) ધંધો ખેતી રહે ડુંગરડાગામ (ડેરી ફળીયુ) પત્ની રાધાબેન અને સંતાનમાં બે બાળકો જેમા મોટો દીકરો મિતેશ (8) નો તથા દીકરી હેત્વી (4 )છે અને શૈલેષભાઇ પત્ની તથા બાળકો સાથે છેલ્લા એકાદ વર્ષથી ખેતરમાં મકાન બાંધી રેહતા હતા શૈલેષ મોટો દીકરો મિતેશ ધોરણ 1 મા તથા નાની છોકરી છે શ્રી બાલમંદિરમાં અભ્યાસ કરે છે
પતિ પત્ની બાળકો સાથે સહ પરિવાર સુખ શાંતીમય જીવન જીવી રહયા હતા આજ રોજ પતિ શૈલેષ ભાઈ માછલી પકડી લાવતા પત્ની ને માછલી બનાવવા કહેતા માછલી બનાવવા પત્નના ના કહેતા પતિ પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની ને માઠુ લાગતા પત્ની એ રાધાબેને પોતે તેમજ તેમના બનને નાના બાળકો ને ભીંડા મા નાખવા ની ફોરેટ દવા પીઈ જતા રાધાબેન તથા બન્ને બાળકો બે ભાન થઈ ગયા હતા અને ત્રણય ના મોંઠા માથી ફીળ નીકળતા ગભરાય ગયેલ પતિ શૈલેષ ભાઈ એ પોતાના ભાઈ ને બોલાવી 108 ને ફોન કરતા 108 મારફતે ત્રણેય ને વઘઇ સી.એચ.સી. હોસ્પિટલ ખાતે લઇ આવના ત્યા ફરજ પરના ડોકટર શ્રીએ મારા બન્ને બાળકો મિતેશ ઉ.વ.8 પુત્રી હેત્વ ઉ.વ.4 ની તપાસ કરતા મરણ જાહેર કરયા હતા અને પત્ની રાધાબેન વધુ ગંભીર હોવાથી વધઈ સી.એચ.સી મા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વાંસદા શ્રીજી હોસ્પિટલ ખાતે દાખલ કરતા બેભાન હાલતમાં જીવન મરણ ના ઝોલા વચ્ચે સારવાર હેઠળ છે આ બનાવ બાબતે વધઈ પોલીસે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી જયારે આ બે બનેલી ધટના થી ગામ ગમગીની છવાઈ જવા પામી છે