ડાંગ જિલ્લામા તા. ૨૧ થી ૨૪ એપ્રિલમિયાન છૂટા છવાયા વિસ્તારોમા હળવો વરસાદ પડવાની સંભાવના

134

સાપુતારા : નવસારી કૃષિ યુનિવર્સિટી અને ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા પ્રસારિત એગ્રોમેટ સલાહકાર સેવા બુલેટીન ગ્રામિણ કૃષિ મૌસમ સેવા (જી.કે.એમ.એસ.) ના કૃષિ હવામાન બુલેટીન અનુસાર, ડાંગ જિલ્લામા તા. ૨૧ થી ૨૪ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન છૂટા છવાયા વિસ્તારોમા હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.ભારતીય હવામાન વિભાગની આગામી પાંચ દિવસો માટે વ્યક્ત કરાયેલી આગાહી મુજબ આ વરસાદની સંભાવના હોવાથી ખેડૂતોને સમયસર ફળોની વીણી કરી લેવા, અને ખેતરની વિવિધ પ્રવૃતિઓ હવામાનની સ્થિતિ મુજબ કામગીરી કરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇના કૃષિ હવામાન શાસ્ત્રના વિષય નિષ્ણાત શ્રી એસ.એન.ચૌધરી દ્વારા અપીલ કરવામા આવી છે.વધુમા આ દિવસો દરમિયાન આ વિસ્તારનુ મહત્તમ તાપમાન ૩૨.૦ ડીગ્રી સે. થી ૩૮.૫ ડીગ્રી સે. તથા લઘુત્તમ તાપમાન ૨૩.૪ ડીગ્રી સે. થી ૨૫.૮ ડીગ્રી સે. ની વચ્ચે રહેવાની સંભાવના સાથે, હવામા ભેજનુ પ્રમાણ ૧૨ થી ૪૬ ટકા તથા પવનની ગતિ ૫ થી ૧૦ કિ.મી.પ્રતિ ક્લાકની રહેવા સાથે તેની દિશા ઉત્તર-પશ્ચિમ તરફ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામા આવી છે.

Share Now