શ્રીનગર : પાકિસ્તાનને ભારત સાથેની અંકુશરેખા પર ત્રાસવાદીઓને તાલિમ આપવા માટે ફરી લોન્ચ પેડ સક્રિય બનાવ્યા છે.અહીં અફઘાનિસ્તાનથી પરત આવેલા આશરે 60થી 80 ત્રાસવાદીઓ તાલિમ લઈ રહ્યાં હોવાનું માનવામાં આવે છે.આ આતંકીઓ ઉનાળાની સિઝનમાં કાશ્મીર ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે પાકિસ્તાને ભારતીય સીમામાં ત્રાસવાદીઓ મોકલતા પહેલા બે વાર વિચાર કરવો પડશે, કારણ તે ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં છે.જો તે ત્રાસવાદીઓ તાલિમ કેન્દ્રોને દૂર કરશે તો જ આ યાદીમાંથી તેને દૂર કરવામાં આવશે.2019માં ભારતીય આર્મીની આકરી કાર્યવાહીને પગલે પાકિસ્તાને ગયા વર્ષના પ્રારંભમાં આ લોન્ચ પેડ દૂર કર્યા હતા.પરંતુ ઓગસ્ટથી અંકુશેખા પર આ ત્રાસવાદી અડ્ડા ફરી ચાલુ કરવામાં આવ્યા હતા અને તેમાં 60થી 80 ત્રાસવાદીઓ હોવાની શક્યતા છે.આ બાબત ગુપ્તચર માહિતી અને ફિલ્ડ યુનિટના મોનિટરિંગમાંથી બહાર આવી છે.આ ત્રાસવાદીઓ અફઘાન યુદ્ધમાંથી પરત આવેલા ત્રાસવાદીઓ છે.અંકુશરેખા પર ગયા ફેબ્રુઆઆરીથી યુદ્ધવિરામ જોવા મળી રહ્યો છે અને અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની આર્મીએ આશરે 8,000 ટન ડિફેન્સ મટેરિયલ સાથે સરહદ પર તેની સ્થિતિને મજબૂત કરવા માટે આ સમયનો ઉપયોગ કર્યો છે. યુદ્ધવિરામનો લાભ લઈને પાકિસ્તાન આર્મીએ ડિફેન્સ સિસ્ટમ, આર્ટિલરી અને મોર્ટારને મજબૂત કરવા ઉપરાંત 60 હેવી કેલિબર ગન્સ પણ તૈનાત કરી છે.