સુરત : લક્ષ્મી ડાયમંડ પ્રા.લીના ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાંલક્ષ્મી ડાયમંડ પ્રા.લી દ્વારાતા.૧૦/૦૪/૨૦૨૨ થી ૧૭/૦૪/૨૦૨૨ સુધી કતારગામ સ્પોર્ટ્સકોમ્પ્લેક્ષ ખાતે“લક્ષ્મી ડાયમંડ પ્રીમયર લીગ ૨૦૨૨” ક્રિકેટટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લક્ષ્મી ડાયમંડ ગ્રુપ ની કુલ ૧૬ ટીમોએટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તા.૧૦/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦કલાકે કંપનીના તમામ ડાયરેક્ટરની હાજરીમાં ટુર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઉદ્ઘાટન માં સુરતશહેરના માનનીય મેયર શ્રીમતી હેમાલીબેન બોઘવાલા અતિથી વિશેષતરીકે ઉપસ્થિત રહ્યા હતા.
તા.૧૦/૦૪/૨૦૨૨ થી ૧૬/૦૪/૨૦૨૨ સુધી તમામ ૧૬ ટીમો વચ્ચે લીગ મેચો રમ્યા પછી તેમાંથી મુખ્ય ૪ ટીમો વચ્ચે રવિવાર સવારે સેમી ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી.જેમાંથી ફાઈનલ મેચમાં બે ટીમો (૧) સ્ટાર ચેમ્પિયન અને(૨) ટ્રાયેન્ગલ હીરોઝ વચ્ચે ફાઈનલ મુકાબલો થયો હતો .જેમાં સ્ટાર ચેમ્પિયન વિજેતા થઇ હતી.આ ઉપરાંત લક્ષ્મી ડાયમંડ પ્રા.લીની મુંબઈ ઓફીસના સભ્યો માટે એક ફ્રેન્ડલી મેચ યોજવામાં આવી હતી.આ મેચમાં કંપનીના ડીરેક્ટર અશોકભાઈ હરિભાઈ ગજેરાએ ભાગ લઈ તમામ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.ફાઈનલ મેચ નિહાળવા અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કતારગામ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મત્રી વિનુભાઈ મોરડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ તેમના વરદ હસ્તે ખેલાડીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.વિશેષમાં લક્ષ્મી ડાયમંડ પ્રા.લીના ફાઉન્ડર વસંતભાઈ ગજેરા ફાઈનલ મેચમાં હાજરી આપીને પોતાનો શુભેચ્છા સંદેશ આપ્યો હતો.