સાત ચૂંટણી ટ્રસ્ટોને રૃ. ૨૫૮ કરોડનું દાન ભાજપને સૌથી વધુ રૃ. ૨૧૨ કરોડ મળ્યા

142

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૧ : સાત ચૂંટણી ટ્રસ્ટોને કોર્પોરેટ અને અન્ય વ્યકિતઓ પાસેથી દાનના સ્વરૃપમાં કુલ ૨૫૮.૪૯ કરોડ રૃપિયા પ્રાપ્ત થયા છે.તેમાથી ભાજપના ખાતામાં ૮૨ ટકાથી પણ વધુ રકમ જમા થઇ છે.ચૂંટણી ટ્રસ્ટે એક નફો નહીં કરતું સંગઠન હોય છે.તેના માધ્યમથી રાજકીય પક્ષો કોર્પોરેટ સંસ્થાઓ અને વ્યકિતઓ પાસેથી દાન મેળવે છે.આ વ્યવસ્થા લાવવા પાછળનો ઉદ્દેશ ચૂંટણી સંબધિત ખર્ચાઓમાં નાણાંના ઉપયોગ અંગે પારદર્શકતા વધારવાનો છે.અઆજે પ્રકાશિત થયલા એડીઆરના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૩માંથી ૧૬ ચૂંટણી ટ્રસ્ટોએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારતીય ચૂંટણી પંચને મળેલ ડોનેશનની વિગતો જારી કરી છે.જે પૈકી ફક્ત સાત ચૂંટણી ટ્રસ્ટોએ દાન મળ્યું હોવાનું જણાવ્યું છે.સાત ચૂંટણી ટ્રસ્ટોને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કોર્પોરેટ અને વ્યકિતઓ પાસેથી કુલ ૨૫૮.૪૯૧૫ કરોડ રૃપિયા મળ્યા છે.જે પૈકી ભાજપને સૌથી વધુ ૨૧૨.૦૫ કરોડ રૃપિયા મળ્યા છે.જે કુલ રકમના ૮૨.૦૫ ટકા થાય છે.જદયુને ૨૭ કરોડ મળ્યા છે.જે કુલ રકમના ૧૦.૪૫ ટકા થાય છે.જ્યારે કોંગ્રેસ, એનસીપી, એઆઇએડીએમકે, ડીએમકે, રાજદ, આપ, એલજેપી, સીપીએમ, સીપીઆઇ અને લોકતાંત્રિક જનતા દળને કુલ ૧૯.૩૮ કરોડ રૃપિયા મળ્યા છે.કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ ચૂંટણી ટ્રસ્ટોને એક નાણાકીય વર્ષમાં જેટલી રકમ મળે છે તેમાંથી ૯૫ ટકા રકમને રાજકીય પક્ષોને ૩૧ માર્ચ પહેલા વિતરિત કરવી પડે છે.એડીઆરના જણાવ્યા અનુસાર બે વ્યકિતઓેએ પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટને ૩.૫૦ કરોડ રૃપિયાનું દાન કર્યુ છે.૧૫૩ લોકોએ સ્મોલ ડોનેશન ઇલેક્ટોરલ ટ્રસ્ટને ૩.૨૦૨ કરોડ રૃપિયાનું દાન કર્યુ છે.

Share Now