અમેરિકાએ કર્યુ આયોજન, Metaverseમાં એરફોર્સની ટ્રેનિંગ અપાશે

158

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2022 ગુરૂવાર : મેટાવર્સમાં લગ્ન, રિસેપ્શન અને મ્યુઝિક કૉન્સર્ટ બાદ હવે વિમાનની ટ્રેનિંગ આપવામાં આવશે.તાજેતરમાં આવેલા રિપોર્ટસ મેટાવર્સમાં આ પ્રકારની ટ્રેનિંગ શરૂ થવા તરફ ઈશારો કરે છે.જોકે, અમેરિકી એરફોર્સએ સ્પેસવર્સ માટે ટ્રેડમાર્ક એપ્લિકેશન ફાઈલ કરી છે.યુનાઈટેડ સ્ટેટ પેટેંટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં US Air Forceએ ટ્રેડમાર્ક એપ્લિકેશન ફાઈલ કરી છે.આ મેટાવર્સમાં એરફોર્સ પોતાના કર્મચારીઓને ટ્રેનિંગ આપશે.US એરફોર્સ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર સ્પેસવર્સનો ઉપયોગ એક્સટેંડેડ રિયલિટી ટ્રેનિંગ, ટેસ્ટિંગ અને ઓપરેશન એનવોર્મેન્ટ માટે કરવામાં આવશે.

શુ છે સ્પેસવર્સ?
છેલ્લા કેટલાક સમયથી મેટાવર્સ સતત ચર્ચામાં છે.આને ભવિષ્યની ટેકનોલોજી બતાવવામાં આવી રહી છે.કોરોના સમયગાળા દરમિયાન વર્ચ્યુઅલ રિયાલિટી (VR), ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ (BCI) પર આધારિત, આ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.મેટાવર્સમાં જમીન ખરીદવાથી લઈને મ્યુઝિક કોન્સર્ટ અને લગ્ન થઈ રહ્યા છે.સ્પેસવર્સ આનુ જ એક રૂપ હશે.
અમેરિકી એરફોર્સ દ્વારા ફાઈલ પેટેંટ અનુસાર સ્પેસવર્સ એક સિક્યોર ડિજિટલ મેટાવર્સ છે, જે ટેરેસ્ટેરિયલ અને સ્પેસ ફિઝિકલ અને ડિજિટલ રિયલિટીસ પ્રદાન કરે છે.જેમાં સિંથેટિક અને સિમ્યુલેટેડ એક્સટેંડેડ રિયલિટી ટ્રેનિંગ, ટેસ્ટિંગ અને ઓપરેશન એનવોર્મેંટ મળશે.સરળભાષામાં સમજીએ તો સ્પેસવર્સમાં અમેરિકી એરફોર્સની ટ્રેનિંગ અપાશે.

શુ છે મેટાવર્સમાં ટ્રેનિંગનુ કારણ?
આ ટેકનોલોજી અમેરિકી સેનાએ મોડર્નાઈઝેશન કરવાનો ભાગ છે.અમેરિકાએ એવા સમય પર આ ટેકનોલોજી પર કામ કરવાનુ શરૂ કર્યુ છે જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે લગભગ બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યુ છે.સ્પેસવર્સમાં આર્મીને શ્રેષ્ઠ અને નવી રીતે ટ્રેનિંગ આપવામાં આવશે.સૈનિકોની ટ્રેનિંગ એક લાંબી પ્રોસેસ છે અને જેમાં કેટલાક મહિનાનો સમય લાગે છે.કેટલાક ટ્રેનિંગ્સને પૂરી થવામાં તો એક વર્ષનો સમય લાગી જાય છે.મેટાવર્સ દ્વારા અમેરિકી એરફોર્સ ઘણો સમય બચાવી શકે છે.

Share Now