ચીનમાં કોરોનાના કેસ વધતા હવે એશિયન ગેમ્સના આયોજન સામે પ્રશ્નાર્થ

178

કુવૈત સિટી, તા.૨૧ : ચીનના હાંગઝૂમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે.જોકે હાલમાં બેઈજિંગમાં કોરોનાના કેસ વધ્યા છે અને એશિયન ગેમ્સનું યજમાન હાંગઝૂ શહેર તેની નજીક હોવાથી પરિસ્થિતિ વિકટ બની શકે છે.આવી હાલતમાં ઓલિમ્પિક કાઉન્સીલ ઓફ એશિયા ચિંતિત બની છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.એક સિનિયર ઓફિશિઅલે કહ્યું છે કે, હાલની પરિસ્થિતિ જોતા એશિયન ગેમ્સને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.ઓલિમ્પિક પછીની સૌથી મોટી મલ્ટી સ્પોર્ટસ ઈવેન્ટ એશિયન ગેમ્સ છે.અલબત્ત, હાલની પરિસ્થિતિમાં તો એશિયન ગેમ્સ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.ઓલિમ્પિક કાઉન્સી ઓફ એશિયાના કુવૈતના હુસૈન અલ-મુસાલમે કહ્યું કે, હજુ સુધી તો કમિટિએ કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી.જોકે ગેમ્સ સ્થગિત થાય તેવી શક્યતાને નકારી ના શકાય.કોરોના બાદ ચીનમાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય રમતોત્સવ સ્થગિત કરવામાં આવ્યા છે.તાજેતરમાં જ ચીને વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કર્યું હતુ.ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોરોના વિસ્ફોટ થયો છે અને કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.આશરે ૨.૫ કરોડ લોકોને હાલ તેમના ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.શાંઘાઈથી હાંગઝૂ ૨૦૦ કિલોમીટરથી ઓછા અંતરે છે.

Share Now