નાયબ વન સંરક્ષક દિનેશ રબારીની ડાંગમાં નિમણૂક થતાની સાથે જ લાકડાંચોર ગેંગમાં ફફડાટ : એક દિવસમાં બે રેડ કરાઈ

153

સાપુતારા : વન પ્રદેશ ડાંગ જિલ્લામાં જંગલોનોને નિકંદનને અંજામ આપતા વિરપનનો કેટલાક સમયથી સક્રિય બની વન ને વરુભૂમી બનાવવા જઈ રહયા હતા તે અરસા મા ઉત્તર ડાંગ વન વિભાગ ના નાયબ વન સંરક્ષક તરીકે રબારીની નિમણૂક થતા જ તેઓએ તમામ રેન્જ વિસ્તારના રેન્જરોને જંગલનુ નિકંદન અટકાવવા કડક ભાષામાં સુચના આપી હતી.તે દરમિયાન નાયબ વન સંરક્ષક રબારી એ રેડ ઝોન ની બરડીપાડા રેન્જ વિસ્તારમા તસ્કરો ગેરકાયદેસર સાગી લાકડાની બાતમી મળતા તેઓ એ બરડીપાડા રેન્જ ના આર એફ.ઓ પરમાર ને સધન સુચના આપતા રબારી સાહેબના રાહભેરી હેઠળ આર એફ.ઓ પરમાર અને તેમના સ્ટાફે સધન પેટ્રોલીંગ આરંભયુ હતુ.તે દરમિયાન ખોખરીથી સીસપાડાથી તાપી જિલ્લામા નીકળતા માર્ગ ઉપર ખોખરી ગામે બપોર ના સમયે ટાવેરા ગાડી પૂરપાટ ઝડપભેર નીકળતા વન વિભાગે ફિલ્મ ઠબે પીછો કરતા ખોખરી અને સીસપાડા વચ્ચે ફુટવેલ ફાટક પાસે ટાવેરા ગાડી ચાલકે દશ ફુટ ઉંડી ખાઈમાં ગાડી ઉતારી પાછી દશ ફુટ ચઠાવવા જતા ગાડી પલ્ટી મારી ગઈ હતી અને ટવેરા ગાડી નો ચાલક જીવ બચાવી ભાગી છુટયો હતો.વન વિભાગે ટવેરા ગાડી નં-GJ.19M.4395 નો કબજો લઈ તપાસ કરતા તેમાથી ગેરકાયદેસર સાગી લાકડા નંગ-15ધનમીટર-0.856 જેની અંદાજિત કિંમત 1,20,000અને ટવેરા ટેમ્પાની કિંમત 1.80.000એમ ત્રણ લાખ મુદ્દામાલ જપ્ત કરી જંગલ ચોર વિરપનન રવિનદર શુભમ પારે સાથે અન્ય એક ફરાર જોહેર કરયા હતા.

જયારે બપોર બાદ સાંજે સાત વાગ્યા પછી વધુ એક ગાડી બરડીપાડા ઝાડી ફળિયામા ગેરકાયદેસર સાગી લાકડા વહન કરવાની બાતમી મળતા આર એફ.ઓ પરમાર સ્ટાફ સાથે ઝાડી ફળિયામા ત્રાડકયા હતા,જયા મહેન્દ્ર જાયોલો ગાડી નંGJ.5-GK3424 મુકી જંગલ ચોર વિરપનનો ભાગી ગયા હતા.વન વિભાગે ઝાયલો ગાડી ની તપાસ કરતા ગેરકાયદેસર સાગી લાકડા નંગ-13 ધન મીટર 0.720 જેની અંદાજિત કિંમત એક લાખ રૂપિયા અને ઝાયલો ગાડીની કિંમત દોઠ લાખ એમ કુલ અઠી લાખનો મુદ્દામાલ ઝડપી જંગલ ચોર વિરપનન તાપી જિલ્લાનો તાળી ધનમોલી ગામ નો એલેશ અર્જુન ગામિત અને નવિનયો ફરાર જાહેર કર્યા હતા.

આમ વન વિભાગ દ્વારા વનનુ નિકંદન કરતા જંગલ ચોર વિરપનનો પર ત્રાડકતા જંગલ ચોર વિરપનનો ભૂગર્ભ મા ઉતરી ગયા હતા.ફરાર આરોપી વારંવાર જંગલ ચોરી વારંવાર પકડા હોય છે અને ન જેવી રકમ ભરી છુટી જતા હોય ત્યારે અહિ ના આદિવાસીઓની એક જ માંગ છે.આવા જંગલ ચોર વિરપનનોને ફાંસી એ ચઠાવો અને વનના નિકંદન મા કોન કોન સામેલ છે એની ન્યાય તપાસ કરી ગુનેગારો ને કડક મા કડક સજા તેવી માંગ આદિવાસી સમાજ કરી રહયો જેથી વન નિકંદન ન થાય.

Share Now