બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકના એ.એસ.આઈ.મહિપાલસિંહ રઘુવીર સિંહ નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે એક નેનો કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલ ભરી પલસાણા તરફ આવી રહી છે જે બાતમી આધારે પલસાણા પોલીસની એક ટીમે પલસાણાના ઘલૂડા ગામે ને.હા.53 પર વોચ ગોઠવી હતી જે દરનીયન બારડોલી તરફથી પલસાણા તરફ આવતી બાતમી મુજબની ટાટા નેનો GJ 15 CA 7471 આવતાં અટકાવી ડીકકીમાં તપાસ કરતા ગાડી માંથી જુદી જુદી બ્રાન્ડની 38 હાજરની કિંમતની 170 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે કાર ચાલક અક્ષય જગદીશભાઈ સુતરિયા (ઉ.વ.24 રહે.તૃપ્તિ સોસાયટી સિંગણપોર સુરત મૂળ આનંદ પુર ભાલ લીમડી સુરેન્દ્રનગર )નાઓની અટકાયત કરી હતી વિદેશી દારૂ અંગે પૂછતાં મહારાષ્ટ્રના નવાપુરથી જુનેદ નામનાં માણસે ભરી આપ્યો હોવાનું કબુલ્યું હતું પોલીસે વિદેશી દારૂ તેમજ કાર અને મોબાઈલ મળી 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.