બારડોલી : ત્રણ મિત્ર નોકરીએથી છૂટી રિક્ષામાં બેસી ઘરે જતા હતા ત્યારે રિક્ષામાં હવા ઓછી છે એમ કહી રીક્ષા ચાલકે ત્રણેયને રીક્ષા માંથી અધ્ધવચ્ચે ઉતારી ભાગી છૂટ્યા હતા જે બાદ ત્રણ પૈકીના એકે પોતાનો મોબાઈલ ચેક કરતા મળી નહિ આવતા મોબાઈલ ચોરાયાનું ભાન થયું હતું ઘટના અંગે રીક્ષા ચાલક અને ટોળકી વિરુદ્ધ ભોગ બનનારે પોલીસ ફરિયાદ આપી હતી.મળતી માહિતી અનુસાર જિલ્લાના સુરત પલસાણા ગામના બસ સ્ટેન્ડની પાછળ આવેલા ઊર્મિલાનગર કોમ્પ્લેક્ષના મકાન નંબર A – 104 માં રહેતા તાળકેશ્વરકુમાર દીપેન્દ્રનાથ મહંતો (ઉ.વ.48) નાઓ પલસાણાની લક્ષ્મીનારાયણ મિલમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા ગત મંગળવારે સાંજના સમયે મિલ માંથી નોકરીએ થી છૂટી મિત્ર શિવકુમાર અને નારાયણ મુંડા સાથે ઘરે આવવા નીકળ્યા હતા જે દરમીયાન મિલ નજીકથી રિક્ષામાં બેસ્યા હતા રિક્ષામાં તારકેશ્વર પાછળ બેઠા હતા જ્યાં અગાઉથી બે મુસાફર હતા જે અને તેના મિત્ર રિક્ષામાં આગળ બેઠા હતા થોડે દૂર બલેશ્વરના કાલા ઘોડા નજીક પહોંચ્યા બાદ એકાએક રીક્ષા ચાલકે રિક્ષામાં હવા ઓછી છે કહી ને ત્રણેયને ઉતારી ચાલ્યા ગયા હતા થોડા સમય બાદ તારકેશ્વરે પેન્ટના ખિસ્સામાં મુકેલો મોબાઈલ ચોરાયા હોવાનું જનાઇ આવતા તેઓ તરત અન્ય રીક્ષામાં બેસી રીક્ષા ચાલકને શોધવા ગયા પરંતુ મળી નહિ આવતા તારકેશ્વર કુમારે 10 હજારની કિંમતનો મોબાઈલ ચોરાયા અંગેની પોલીસ ફરિયાદ પલસાણા પોલીસ મથકમાં આપી હતી ઘટના અંગે પલસાણા પોલીસે ગુન્હેગાર ટોળકીને પકડવાની તજવીજ હાથધરી છે.