નવી િદલ્હી : કોંગ્રેસ નેતા અને સતત વિવાદોમાં રહેનાર મૌલાના તૌકીર રઝાએ ફરી એકવાર ભડકાઉ નિવેદન કર્યું છે.લાઉડસ્પીકર અને અઝાન વિવાદ પર ધમકી આપતાં રઝાએ કહ્યું છે કે જે દિવસે મુસ્લિમ માર્ગો પર ઉતરશે ત્યારે કોઇના અંકુશમાં નહિ આવે.પીએમ નરેન્દ્ર મોદીને બીજા ધૃતરાષ્ટ્ર ગણાવતાં રઝાએ ઉમેર્યું હતું કે જો તેમનું વલણ આ જ રહ્યું તો દેશને મહાભારતથી કોઇ નહિ બચાવી શકે.૧૦ દિવસ બાદ એક બેઠક કરવામાં આવશે અને ફરી એકવાર જેલ ભરો આંદોલન કરવામાં આવશે.પત્રકાર પરિષદમાં તૌકીર રઝાએ ઉમેર્યું હતું કે ‘જે દિવસે મુસ્લિમ માર્ગો પર આવશે તે દિવસ તે કોઇના અંકુશમાં નહિ આવે.હું તંત્રને ચેતવણી આપવા માગું છું કે ખાસકરીને નરેન્દ્ર મોદી સરકારને કહેવા માગું છું કે જો તેઓ તત્કાળ વલણ નહિ બદલે અને ચુપકીદી નહિ તોડે તો મુશ્કેલી થશે.તમે તમામના વડાપ્રધાન છો અને તમારા દેશમાં આ પ્રકારની બેઇમાની થઇ રહી છે.’તૌકીર રઝાએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને તેમને ધૃતરાષ્ટ્ર ગણાવી દીધા હતા.તેમણે કહ્યું કે ‘તેમને તરત જ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાંથી બહાર આવવા જોઇએ અને એવો કોઇ મજબૂત નિર્ણય લેવો જોઇએ, જેના કારણે આ પ્રકારના માહોલને અંકુશમાં રાખવા જોઇએ.જો મોદી ધૃતરાષ્ટ્ર જ બની રહેશે તો દેશને મહાભારતથી કોઇ નહિ બચાવી શકે.’
તો હજારો લોકોનું લોહી વહશે: બર્ક
સંભલ : પોતાના આડેધડ નિવેદનને કારણે ચર્ચામાં રહેનાર સંભલ સાંસદ શફીકુર્રહેમાન બર્કે ફરી એકવાર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.બર્ક આ વખતે જામા મસ્જિદમાં જળાભિષેકના મામલે ભડકેલા દેખાયા હતા.તેમણે કહ્યું કે મુસ્લિમ ક્યારેય તેને સાંખી નહિ લે. જો આવું થયું તો હજારો લોકોનું લોહી વહશે.દિલ્હીની જહાંગીરપુરી મસ્જિદમાં થયેલી બુલડોઝર કાર્યવાહી સામે પણ તેમણે નારાજગી દર્શાવી હતી.તેમણે કહ્યું હતું કે અહીં જે વિસ્તારમાં ક્રૂરતા થઇ છે, જે સાંખી નહિ લેવામાં આવે.રમઝાન મહિનામાં જે મસ્જિદ પર જે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તેનાથી ખરાબ વાત શું થઇ શકે?