દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર લાગશે 500 રૂપિયાનો દંડ

177

દિલ્હી : દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.જ્યારે ઉલ્લંઘન કરનારાઓ પર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં ડીડીએમએ જાહેર સ્થળોએ માસ્કની જરૂરિયાતને દૂર કરી દીધી હતી.દિલ્હીમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને DDMAએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટેના પગલાં પર વિચારણા કરવા માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આ દરમિયાન દિલ્હીમાં જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ આદેશ બાદ માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.ડીડીએમએની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોરોનાને કારણે શાળાઓ બંધ કરવામાં આવશે નહીં.જો કે, શાળાઓ માટે અલગ એસઓપી જારી કરવામાં આવશે.જેમાં કોરોનાને ફેલાતો અટકાવવા પગલાં લેવા પર ભાર આપવામાં આવશે.તેમજ જાહેર મેળાવડા પર નજર રાખવામાં આવશે.નોંધનીય છે કે, મંગળવારે દિલ્હીમાં કોરોનાના 632 નવા કેસ નોંધાયા હતા, જ્યારે સંક્રમણ દર 4.42 ટકા નોંધાયો હતો.મંગળવારે દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાંથી આ માહિતી મળી છે.આંકડા મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી કોઈનું મોત થયું નથી.

Share Now