કર્ણાટકમાં યોજાયેલી પરીક્ષામાં હિઝાબ પહેરીને આવેલી ઘણી વિદ્યાર્થિઓ પાછી ફરી

141

કર્ણાટકમાં : પ્રિ-યુનિવર્સિટી પરીક્ષા યોજાઈ રહી છે.૧૨માના બોર્ડની સમકક્ષ ગણાતી આ પરીક્ષામાં રાજ્યના ૬.૮૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.હિઝાબ વિવાદ વચ્ચે આ પરીક્ષા યોજાઈ રહી છે.પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓને હિઝાબ પહેરવાની મનાઈ હતી.ઘણી વિદ્યાર્થિનીઓ હિઝાબ ન પહેરવા દેવાતા પાછી ફરી હતી.અગાઉ હાઈકોર્ટમાં પહોંચેલી બે વિદ્યાર્થિનીઓ રેશમ-આલિયા પણ પરીક્ષા આપવા આવી હતી, પરંતુ તેમને હિઝાબ પહેરીને પ્રવેશ અપાતા પરીક્ષા આપ્યા વગર પાછી ફરી હતી અને ફરીથી હાઈકોર્ટમાં અરજી કરી છે.કર્ણાટકમાં બારમા ધોરણની સમકક્ષ પ્રિ-યુનિવર્સિટી પરીક્ષા યોજાઈ રહી છે.૧૮મી મે સુધી ચાલનારી આ પરીક્ષામાં આ વખતે કોઈપણ ધર્મના પ્રતીક કે સિમ્બોલ પહેરવાની મનાઈ છે.ધાર્મિક ઓળખાણ જાહેર થાય એવો કોઈ પોશાક પહેરવા પર પ્રતિબંધ છે.અગાઉ હિઝાબ પહેરીને કોલેજમાં આવવા મુદ્દે કર્ણાટકમાં વિવાદ થયો હતો.એ પછી યોજાઈ રહેલી આ વાર્ષિક પરીક્ષામાં હિઝાબ પહેરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.૧૦૭૬ કેન્દ્રોમાં યોજાઈ રહેલી આ પરીક્ષાના કેન્દ્રોમાં હિઝાબ ઉતારીને પરીક્ષામાં પ્રવેશ કરી શકાય તે માટે વિદ્યાર્થિનીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.પરીક્ષા પછી વિદ્યાર્થિનીઓ હિઝાબ પહેરીને ઘરે જઈ શકે છે.ઘણી વિદ્યાર્થિનીઓએ હિઝાબ ઉતારીને પરીક્ષા આપવાનું પસંદ કર્યું હતું, પરંતુ ઘણી વિદ્યાર્થિનીઓએ હિઝાબ પહેરવાની જીદ કરી હતી.તેમને હિઝાબ પહેરીને પરીક્ષામાં પ્રવેશ અપાયો ન હતો.એવી ઘણી વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપ્યા વગર પાછી ફરી હતી.
એમાંની બે વિદ્યાર્થિનીઓ રેશમ-આલિયાએ ફરીથી હાઈકોર્ટમાં અરજી કરી છે.અગાઉ આ બંને વિદ્યાર્થિનીઓએ જ હિઝાબ પહેરીને કોલેજમાં આવવા મુદ્દે કર્ણાટક સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. માર્ચ મહિનામાં યોજાયેલી પ્રેક્ટિકલ પરીક્ષા પણ આ બંને વિદ્યાર્થિનીઓએ છોડી દીધી હતી.ફરીથી આ બંને વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે અને હિઝાબ પહેરીને પરીક્ષામાં બેસવા દેવાની માગણી કરી છે.

Share Now