
મહેસાણા : મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં મહેસૂલી રેકર્ડ ક્મ્પ્યુટરાઈઝ્ડ થયા બાદ તેમાં કર્મચારીઓની બેદરકારીથી બહાર આવી રેહલ નાની-મોટી ભલો ખેડૂતો તેમજ સેંકડો મિલ્કતધારકો માટે આફત સમાન બની છે.મહેસાણા તાલુકાના ચરાડુ ગામની સીમમાં વારસાઈથી પ્રાપ્ત ખેતીલાયક જમીનમાં મહેસૂલી કચેરીએ ખેડૂતના નામમાં સામાન્ય ભુલ કરતાં આજે ખેડૂતને લોન સહિતના લાભો મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મહેસાણા તાલુકાના ચરાડુ ગામમાં ખેતીપાત્ર જમીન ધરાવતાં બે ખેડૂતબંધુઓના પિતાનું અવસાન થતાં તેઓએ વર્ષ ૧૯૯૫માં મહેસૂલી રેકર્ડ હકપત્રકમાં નોંધ નં.૨૧૯૬થી પેઢીનામાના આધારે વારસાઈ કરાવી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૦૪માં રેવન્યૂ રેકર્ડ નિભાવણી માટે કોમ્પ્યુટાઈઝ્ડ સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો હતો.જેમાં મહેસૂલી કચેરીના કર્મચારીએ ખેડૂતના નામમાં સામાન્ય ભાષાકીય ભુલ કરી દેતાં જમીનના ઉતારામાં પણ ભુલયુક્ત નામ દર્શવવામાં આવી રહ્યું છે.ચોંકાવનારી હકીક્ત તો એ છે કે, ખેડૂતને લોન લેવાની જરૂરીયાત ઉભી થતાં જમીનના ઉતારામાં ખેડૂતના નામમાં હોવાથી ધિરાણ મળ્યું ન હતું.પરિણામે, ખેડૂતે જમીનના ઉતારામાં નામ સુધારા માટે અંદાજે ૬ મહિના અગાઉ મામલતદાર કચેરીમાં અરજી આપી હતી.છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતે મામલતદાર કચેરીના ઈધરા-2માં ફરજ બજાવતા પી.કે. પરમારને પૃચ્છા કરતાં તેમણે હજુ મામલતદારે સુધારા હુક્મ કરીને મોકલાવ્યો ન હોવાનું જણાવ્યું હતું.