ચીનના પ્રમુખને ડહાપણની દાઢ ફૂટી એશિયાના દેશોને એક થવા હાકલ કરી

163

બીજિંગ : ચીનના પ્રમુખ શી ઝિનપિંગે ગુરુવારે તેમનું ભાવિ તેમના હાથોમાં સલામત રાખવાની એશિયાના દેશોને હાકલ કરી છે.યુક્રેનમાં રશિયાના આક્રમણ વચ્ચે તમામ દેશોની સાર્વભૌમકતાનું સન્માન થાય તે માટે એક ગ્લોબલ સિક્યોરિટી ઇનિશિએટિવની દરખાસ્ત કરી હતી. તેમણે ઇન્ડો-પેસિફિક વ્યૂહ સાથે એશિયામાં ઘુસવાના અમેરિકાના પ્રયાસોની ટીકા કરી હતી.બાઓ ફોરમ ફોર એશિયા એન્યુઅલ કોન્ફરન્સ ૨૦૨૨ના સમારોહમાં વીડિયો લિંક થકીં બોલતાં શીએ વૈશ્વિક સલામતી માટે એક છ મુદાની દરખાસ્ત લાવવાની વાત કરી હતી.જેમાં યુક્રેન સામે રશિયાના યુદ્ધ અંગે ચીનના વલણને સમર્થન આપે છે.જે નાટો ગઠબંધનમાં જોડાવવા અંગે યુક્રેનના વિરોધમાં તેના સલામતી હિતોનું રક્ષણ માટે રશિયાએ જે વાત કરી હતી તેને જ ટેકો આપે છે.ચીને યુક્રેન સામે રશિયાના લશ્કરી આક્રમણની ટીકા કરવાનું ટાળ્યું હતું.તેમણે નાટોના વિસ્તરણને તેની સલામતી માટે ખતરારૂપ હોવાની રશિયાની ચિંતાની વાત કરી હતી.પોતાની દરખાસ્તમાં શીએ ઉમેર્યું હતું કે દેશોઓ તમામ દેશોની સાર્વભૌમકતા અને પ્રાદેશિક અખંડિતાનું સન્માન કરવું જોઇએ, આંતરિક બાબતોમાં કોઇ દરમિયાનગીરી ન હોવી જોઇએ અને વિકાસલક્ષી માર્ગોની સ્વતંત્ર પસંદગીનું સન્માન થવું જોઇએ.આની સાથે જ વિવિધ દેશોમાં લોકો દ્વારા બનાવેલી સામાજિક સિસ્ટમ્સનું પણ સન્માન થવું જોઇએ.શીએ ઉમેર્યું હતું કે ‘અન્યોની સલામતીના ભોગે પોતાની સલામતીનો વિરોધ થવો જોઇએ.આ ઉપરાંત દેશોએ મતભેદોનો શાંતિપૂર્ણ ઉકેલવા પ્રતિબદ્ધ હોવા જોઇએ.જેમાં વાટાઘાટો અને મસલતનો સમાવેશ થવો જોઇએ.બેવડા ધોરણોને નકારવા જોઇએ.’ અમેરિકાની આડકતરી ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે એકપક્ષીયરીતે કોઇ પણ દેશ સામે પ્રતિબંધો લાદવા ન જોઇએ.

Share Now