નવી મુંબઈ, તા.૨૨ : દિલ્હી કેપિટલ્સની ફ્રેન્ચાઈઝીમાં કોરોનાના કેસમાં વધારો થવાનો સિલસિલો આગળ વધી રહ્યો છે.હવે ટીમના હેડ કોચ રિકી પોન્ટિંગના પરિવારના સભ્યને કોરોના થયો છેે.જેના કારણે પોન્ટિંગ રાજસ્થાન સામેની મેચ દરમિયાન દિલ્હીની ટીમ સાથે જોવા નહીં મળે.અગાઉ દિલ્હીના વિદેશી ખેલાડી મિચેલ માર્શ અને ટીમ સેઈફેર્ટને કોરોના થઈ ચૂક્યો છે.જ્યારે સપોર્ટ સ્ટાફના અન્ય ચાર વ્યક્તિઓ પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.પોન્ટિંગ તેમજ તેના પરિવારના સભ્યોને આઇસોલેશનમાં મોકલી આપવામાં આવ્યા છે.તેની ગેરહાજરીમાં પ્રવિણ આમરે, અજીત અગરકર, જેમ્સ હોપ્સ અને વોટસન જેવા આસીસ્ટન્ટ કોચિસ રાજસ્થાન સામેની મેચમાં દિલ્હીની ટીમને માર્ગદર્શન પુરુ પાડશે.