પ્રોફેસરે ભગવાન રામ અંગે વાંધાજનક ટિપ્પણી કરી, યુનિવર્સિટીએ કર્યા બરતરફ

137

ફગવાડા, તા. 25 એપ્રિલ 2022, સોમવાર : લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના એક સહાયક પ્રોફેસરને ભગવાન રામની વિરુદ્ધમાં કથિત રૂપે અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં બરતરફ કરવામાં આવ્યા છે.શનિવારે સોશિયલ મીડિયા (Social Media) પર આસિસ્ટન્ટ પ્રોફેસર ગુરસંગ પ્રીત કૌરની ટિપ્પણીનો એક કથિત વીડિયો સામે આવ્યો હતો.ત્યારબાદ તેમને બરતરફ કરવાની માગ કરવામાં આવી હતી. ખાનગી યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમે સમજી શકીએ છીએ કે, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોથી કેટલાક લોકોને દુ:ખ પહોંચ્યું છે.જ્યાં અમારા સ્ટાફના સદસ્યને તેમના અંગત અભિપ્રાય શેર કરતા સાંભળી શકાય છે.અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે, તેમના દ્વારા શેર કરવામાં આવેલ વિચાર સંપૂર્ણપણે વ્યક્તિગત છે અને અમે તેનું કોઈ પણ પ્રકારે સમર્થન નથી કરતા. અમારી યુનિવર્સિટી હમેશાથી એક ધર્મ નિરપેક્ષ રહી છે.યુનિવર્સિટીએ આગળ જણાવ્યું કે, અમારે ત્યાં બધા ધર્મો અને વિશ્વાસોના લોકો સાથે પ્રેમ અને સમ્માનથી સમાન વ્યવહાર કરવામાં આવે છે.આ કિસ્સામાં પ્રોફેસરને તાત્કાલિક અસરથી સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.જોકે, આ સમગ્ર ઘટનાનું અમને દુ:ખ છે.સંપર્ક કરવા પર યુનિવર્સિટીના ઉપાધ્યક્ષ અમન મિત્તલે કહ્યું કે, સહાયક પ્રોફેસરને શનિવારે બરતરફ કરી દેવામાં આવ્યા છે.

Share Now