ફ્લેટની સામે હાઇવે પર ટ્રક પાર્ક કરી ડ્રાઇવર ઘરે નાહવા ગયો અને બે તસ્કરો બીજી ટ્રક લઈને આવ્યા અને ટ્રક માંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ ચોરી ભાગી છૂટ્યા

286

બારડોલી : પોતાની માલિકીનો ટ્રક ધરાવતા ડ્રાઇવરે સુરતથી ઉત્તરપ્રદેશમાં ડિલિવરી કરવા ટ્રાન્સપોર્ટ મારફતે લાખ્ખોની કિંમતના સાડીના પાર્સલ ભર્યા હતા પાર્સલ ભરી પોતામાં ઘરે નાહવા માટે આવેલા ટ્રક ડ્રાઇવરની ટ્રક માંથી 2 અજાણ્યા તસ્કરો અને તાળપત્રી તેમજ દોરડું કાપી ટ્રક માંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ સાથે લાવેલા ટ્રકમાં નાખી ભાગી છૂટ્યા હતા ઘટના અંગે ટ્રક માલિકે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપૂર જિલ્લાના હરસણપુર ગામના અને હાલ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે આવેલ સર્વોત્તમ કોમ્પ્લેક્ષના ફ્લેટ નંબર 305 માં રહેતા બબલુ ગગન યાદવ (30) પોતાની માલિકીની ટાટા કંપનીની DN 09 V 9823 નંબરની ટ્રક ધરાવે છે અને આ ટ્રકને જાતે હંકારી બબલુ યાદવ સુરતથી ઉત્તરપ્રદેશ પાર્સલ ભરી ફેરા મારે છે.ગત 21 એપ્રિલના મોડી રાતે પલસાણાના આંત્રોલી ખાતે આવેલ આર.કે.ટ્રાન્સપોર્ટ માંથી 156 નંગ સાડીના અલગ અલગ પાર્સલ ભરી ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં ડીલીવરી કરવા માટે નીકળ્યા હતા.ગાડીમાં પાર્સલ ભરી રાત્રીના 12 વાગ્યાના અરસામાં તેઓ ચલથાણ ખાતેમાં પોતામાં બિલ્ડિંગના ફ્લેટની સામે મોસમ મોટર્સની આગળ અમદાવાદથી મુંબઈ તરફના ને.હા.48 ના સર્વિસ રોડ પર ટ્રક પાર્ક કરી ઘરે જમવા તેમજ નાહવા માટે ગયા હતા.બબલુ યાદવ જમીને આરામ કરી રહ્યા હતા ત્યારે રાત્રીના બે વાગ્યાના અરસમાં તેઓની નીચે રહેતા પડોસીનો ફોન બબલુ યાદવની પત્ની પર આવ્યો અને જણાવ્યું હતુ કે તેઓના ટ્રક માંથી કોઈ પાર્સલ કાઢી રહ્યું છે જેથી બબલુ યાદવની પત્નીએ બબલુ યાદવને જગાડતા તેઓ તરત ટ્રક પાસે ગયા જે દરમિયાન રાત્રીના અંધારામાં એક ટાટા ટ્રક તેઓના ટ્રક પાછળ પાર્ક કરી હતી અને ને અજાણ્યા ઈસમો બબલુની ટ્રક માંથી પાર્સલ તેઓની ટ્રકમાં નાખી રહ્યા હતા બબલુને જોઈ તસ્કરો ટ્રક લઈ કડોદરા તરફ ભાગી છૂટ્યા હતા બબલુએ ઘટનાની જાણ ટ્રાન્સપોર્ટ મેનેજર સુશીલસિંગને કરવા ફોન કરતા સુશીલસિગે ફોન નહિ ઉઠાવતા બબલુયાદવ અને તેની પત્ની આંખી રાત ટ્રક નજીક બેસી રહ્યા હતા અને સવારે મેનેજરનો ફોન આવતા જાણ કરી હતી ટ્રાન્સપોર્ટ મેનેજર ઘટના સ્થળે આવી બીલટી પ્રમાણે પાર્સલ ચેક કરતા ગાડીમાં ભરેલા 156 પાર્સલ પૈકી જુદી જુદી પાર્ટીના 3,26,226 ની કિંમતના પાર્સલ ચોરાયા હોવાનું જણાય આવ્યું હતુ ઘટના અંગે ટ્રક માલિકે બે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી છે

Share Now