નવી િદલ્હી : વૈશ્વિક એરલાઇન્સ સંસ્થા IATA એ 20 એપ્રિલે તેના સભ્ય એવી તમામ એરલાઈન્સને જણાવ્યું છે કે ભારતે ચીનના નાગરિકોને જારી કરાયેલા ટૂરિસ્ટ વિઝા સસ્પેન્ડ કરી દીધા છે.ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) એ ભારત અંગે 20 એપ્રિલે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, “ચીન (પીપલ્સ રિપબ્લિક) ના નાગરિકોને આપવામાં આવેલા પ્રવાસી વિઝા હવે માન્ય નથી.” તેણે કહ્યું કે ભૂટાન, ભારત, માલદીવ અને નેપાળના નાગરિકોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી છે.આ ઉપરાંત ભારત દ્વારા જારી કરાયેલ રેસિડેન્શિયલ પરમિટ ધરાવતા પ્રવાસીઓ, ભારત દ્વારા જારી કરાયેલ વિઝા અથવા ઈ-વિઝા ધરાવતા પ્રવાસીઓ, ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ અથવા બુકલેટ ધરાવતા પ્રવાસીઓ, ભારતીય મૂળના વ્યક્તિઓ (PIO) કાર્ડ ધરાવતા પ્રવાસીઓ, અને રાજદ્વારી પાસપોર્ટ ધરાવતા પ્રવાસીઓનો તેમાં સમાવેશ છે.આમ, તેમાં ક્યાંય ચીનનો ઉલ્લેખ નથી.IATA એ એમ પણ કહ્યું કે 10 વર્ષની વેલિડિટીવાળા ટૂરિસ્ટ વિઝા હવે માન્ય નથી.IATA એ વૈશ્વિક એરલાઇન્સ સંસ્થા છે જેમાં લગભગ 290 સભ્યો છે જેમાં વૈશ્વિક હવાઈ ટ્રાફિકના 80 ટકાથી વધુનો સમાવેશ છે.ચીનની યુનિવર્સિટીઓમાં નોંધાયેલા અંદાજે 22,000 ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિનો મુદ્દો ભારત ચીન સમક્ષ ઉઠાવી રહ્યું છે જેઓ ફિઝિકલ વર્ગ માટે પાછા જવા માટે અસમર્થ છે.