ભારતની સંસ્કૃતિ તમામ નાગરિકોને જોડે છે: શાહ

141

પુડુચેરી : ભારતની સંસ્કૃતિ તમામ નાગરિકોને એક સૂત્રમાં બાંધે છે અને દેશને જ્યારે સાંસ્કૃતિક એકતાની નજરે જોવાનું શરૂ થશે ત્યારે તેની તમામ સમસ્યા દૂર થશે એવો મત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કર્યો છે.તેમણે રવિવારે શ્રી ઓરોબિંદોની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ભારત માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતને સમજવું હોય તો શ્રી ઓરોબિંદોના વિચારો વાંચવા કે સાંભળવા જરૂરી છે.તેમણે કહ્યું હતું કે, “કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી બંગાળ સુધી એક જ સંસ્કૃતિ જે ભારતને જોડે છે.દેશ બંધારણ અનુસાર જ ચાલવો જોઇએ, પણ નાગરિકોને સંસ્કૃતિ જોડે છે.સંસ્કૃતિ દેશનો આત્મા છે.શ્રી ઓરોબિંદોના વિચારોમાંથી આ બાબત સમજી શકાય છે.” શાહે જણાવ્યું હતું કે, “મોટા ભાગના દેશો ગઠબંધનના કારણે અસ્તિત્વમાં આવ્યા છે અને એટલે તેનું મુખ્ય કારણ ભૂરાજકીય કહી શકાય. ”

Share Now