નવી દિલ્હી : રાષ્ટ્રના શાસક પક્ષ ભાજપે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેણે ‘બૂથ કમિટી’ઓ રચી છે.તથા વોર્ડ પ્રમુખોને સતર્ક કરી દીધા છે હવે તેણે ‘વીક બૂથ કમિટી’ (સાપ્તાહિક બૂથ કમિટી) રચવા નિર્ણય લીધો છે.આ દ્વારા પક્ષ દેશભરના તે બૂથો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે કે જ્યાં ભાજપ હજી સુધી નિર્બળ રહ્યો છે.આ અંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે, ‘ભાજપે વીક બૂથ કમિટીઓની રચના કરવાનો નિર્ણય લીધો છે.દેશભરમાં આ કમિટીઓમાં ૪ કાર્યકરોને સામેલ કરાશે તે કમિટીઓનો હેતુ તે છે કે જે બૂથો પર ભાજપ નિર્બળ છે ત્યાં તેની તાકાત વધારવી.તેઓએ વધુમાં કહ્યું હતું કે, ૨૦૨૪ની સામાન્ય (લોકસભા)ની ચૂંટણી પહેલા અમે આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ.’આ સાથે તેમણે કહ્યું હતું કે, અમોને આશા છે કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં સફળતા મેળવીશું.આજે (સોમવારે) ભાજપના અન્ય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી વેજયંત પાંડાના નેતૃત્વ નીચે મળેલી બેઠકમાં દિલીપ ઘોષ, સી.ટી. રવિ ઉપરાંત પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત હતા દિલીપ ઘોષે જણાવ્યું હતું ૨૦૨૪માં સામાન્ય ચૂંટણીઓ આવવાની છે તે પહેલાં સંગઠનમાં જે ખામીઓ દેખાય છે તે દૂર કરવામાં આવશે.મોદી સરકાર ત્રીજી વખત પણ સત્તામાં આવે તે માટે અમે અત્યારથી જ કામ કરવું શરૂ કરી દીધું છે.તે વિચારધારા પ્રમાણે અમે બૂથ કમિટી રચવા નિર્ણય કર્યો છે.
દિલીપ ઘોષે વધુમાં કહ્યું હતું કે આ પૂર્વે પણ કેટલીક કમિટીઓ બનાવી દેવામાં આવી છે.પરંતુ આ નવો પ્રયોગ છે તે નીચે અમે પાર્ટીના કાર્યકરો સાથે ચર્ચા કરીશું અને તેઓને બુથ કક્ષાથી જ પક્ષને મજબૂત કરવા જણાવીશું વિશેષતઃ જે બૂથો પર પક્ષની સ્થિતિ નબળી છે ત્યાં તે મજબૂત કરવા જણાવીશું.ભાજપને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મિઝોરમ અને ગોવામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતાથી પક્ષ ઘણો ઉત્સાહિત છે.હવે આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં તે રાજ્યોની પ્રદેશ સમિતિઓ સક્રિયબની ગઈ છે.આ સાથે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અંગે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.