ગુણરત્ન સદાવર્તેને કોલ્હાપુર કોર્ટે જામીન મંજૂર આપ્યા હવે પુણે પોલીસનું તેડું આવ્યું

143

મુંબઈ : મરાઠા સમાજ વિશે વાંધાજનક વક્તવ્ય કરવા ના કેસમાં ે વકિલ ગુણરત્ન સદાવર્તેને કોલ્હાપુર સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.કોર્ટે સદાવર્તેને ૧૪ દિવસની અદાલતી કસ્ટડીનો હુકમ કર્યો હતો.મરાઠા સમાજ અને પછાત વર્ગ વચ્ચે તણાવ નિર્માણ કરવા ઉશ્કેરણીજનક વક્તવ્ય કરવા પ્રકરણે સદાવર્તે સામે કોલ્હાપુરના શાહૂપુરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો.મરાઠા ક્રાંતિ મોર્ચાના દિલીપ પાટીલે આ ફરિયાદ નોંધાવી હતી.આજે સદાવર્તેની પોલીસ કસ્ટડી પૂરી થતાં તેમને કસબા વાબડા ખાતેની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.અ ેસમયે કોર્ટે તેમને જામીન મંજૂર કર્યા હતા.સદાવર્તેનો તાબો હવે પુણે પોલીસ લેવા આવી છે.કોલ્હાપર કોર્ટે જોકે તાબો આપવાનો ઈનકાર કરીને વધુ કાર્યવાહી મુંબઈથી થશે એમ જણાવતાં હવે સદાવર્તેને ફરી મુંબઈ આર્થર રોડ જેલમાં ખસેડાશે અને અહીંથી પુણે પોલીસ તેનો કબજો લેવાની કાર્યવાહી કરશે.મરાઠા આરક્ષણ બાબતે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યા બાદ સદાવર્તેએ મીડિયાને આપેલી મુલાકાતમાં મરાઠા અને પછાત વર્ગ વચ્ચે તણાવ નિર્માણ થાય એવ ાવક્તવ્યો આપ્યો હાવોનો આરોપ છે.સદાવર્તે સામે મુંબઈ, સાતારા, કોલ્હાપુર બાદ બીડમા ંગુનો દાખલ થયો છે.

Share Now