નશામાં આવ્યો હતો Twitter નો આઈડિયા, તેની સ્ટોરીમાં ડ્રામા છે અને ટર્નિંગ પોઈન્ટ પણ

156

નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2022 મંગળવાર : વર્ષ 2006 અને ફેબ્રુઆરીનો મહિનો. અમેરિકાના સૈન ફ્રાંસિસ્કો શહેરમાં એક બારની બહાર કારમાં બે લોકો બેસેલા હતા.એકનુ નામ જૈક ડોર્સી હતુ અને બીજાનુ નામ નોઆ ગ્લાસ. બંને નશામાં હતા. બંને ODEO નામની કંપની સાથે જોડાયેલા હતા.નોઆ આ કંપનીના કો-ફાઉન્ડર હતા તો જેક આ કંપનીમાં વેબ ડેવલપરનુ કામ કરતા હતા.ODEO પૉડકાસ્ટ બનાવનારી વેબસાઈટ હતી.આ તે સમય હતો જ્યારે Apple એ iPod લોન્ચ કર્યુ હતુ.જે બાદ ODEOની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈકંપનીનુ નુકસાન થઈ ગયુ.તે રાતે નશામાં જૈક ડોર્સીએ નોઆને કહ્યુ, મારા માટે અહીં હવે કંઈ નથી.હુ બધુ છોડીને ફેશન ડિઝાઈનર બનવા ઈચ્છુ છુ.ત્યારે નોઆએ કહ્યુ ઈરાદો તો મારો પણ એવો જ છે પરંતુ હકીકતમાં તમે શુ કરવા ઈચ્છો છો? જવાબમાં જેકએ કહ્યુ, એક એવી વેબસાઈટ બનાવવા ઈચ્છુ છુ.જેની પર લોકો પોતાનુ કરન્ટ સ્ટેટસ બતાવે.તે શુ કરી રહ્યા છે? શુ વિચારી રહ્યા છે? છેલ્લે નોઆએ કહ્યુ, પ્લાન તો સારો છે.આની પર કામ કરીએ છીએ.

કેટલાક દિવસ બાદ ODEOની ઓફિસમાં એક ગ્રૂપ મીટિંગ થઈ.તમામ પાસે આઈડિયા માગવામાં આવ્યા.જૈક ડોર્સીએ એક કાગળમાં પોતાનો આઈડિયા લખીને આપ્યો.ડોર્સીએ પોતાનો પ્લાન જણાવ્યો કે એક નંબર પર મેસેજ કરો અને તમારો મેસેજ તમામ મિત્રો સુધી જતો રહેશે.નોઆએ હા કહ્યુ.નોઆએ ડોર્સીના આ પ્લાનને ‘twttr’ નામ આપ્યુ.twitter નુ શરૂઆતી નામ આ જ હતુ.22 માર્ચ 2006એ ડોર્સીએ પહેલી ટ્વીટ કરી.તેમણે લખ્યુ, ‘just setting up my twttr’ એટલે બસ પોતાના twttr ને સેટઅપ કરી રહ્યો છુ.
15 જુલાઈ 2006 એ Twitterને ઓફિશિયલી લોન્ચ કરવામાં આવ્યુ.કેટલાક દિવસ બાદ આનુ નામ પણ twttr થી બદલીને Twitter કરી દેવાયુ.જોકે, શરૂઆતી કેટલાક મહિના બાદ જ શેરહોલ્ડર્સને લાગ્યુ કે આ કંપનીનુ કોઈ ભવિષ્ય નથી અને તેમણે પોતાના શેર વેચી દીધા.આજે તે ટ્વીટરને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કએ 44 અરબ ડોલરમાં ખરીદી લીધુ.

ટ્વીટરની કહાનીમાં ડ્રામા પણ છે
ટ્વીટરની કહાની કોઈ ડ્રામાથી ઓછી નથી.આની કહાનીમાં આના કો-ફાઉન્ડરને ભુલાવી દેવાયા છે.આ વાત ટ્વીટરના શરૂ થયા પહેલાની છે.ત્યારે જેક ડોર્સી બેરોજગાર હતા.તે સમયે ડોર્સીએ પોતાનો રિઝ્યુમ એવન વિલિયમ્સને મોકલ્યો.એવન વિલિયમ્સ blogger.com ના ફાઉન્ડર હતા.જે બાદમાં ગૂગલએ ખરીદી લીધુ હતુ.એવન વિલિયમ્સની મિત્રતા નોઆ ગ્લાસ સાથે હતી.એવન દ્વારા ડોર્સીને નોઆની કંપની ODEO માં નોકરી મળી ગઈ.બાદમાં ડોર્સી અને નોઆ સારા મિત્ર બની ગયા. ટ્વીટર બંનેનો જ આઈડિયા હતો.એવન વિલિયમ્સને આ આઈડિયા પસંદ નહોતો પરંતુ તેમ છતાં તેમણે સાથ આપ્યો.જુલાઈ 2006માં ટ્વીટરના લોન્ચિંગ બાદ જ વિલિયમ્સએ નોઆને કહી દીધુ કે તે 6 મહિનામાં પોતે જ ટ્વીટરને છોડી દે અથવા તેને નીકાળી દેશે.નોઆએ ડોર્સી સાથે વાત કરી, પરંતુ વાત બની નહીં.કેટલાક દિવસ બાદ નોઆને ODEO અને twitter બંનેને નીકાળી દેવાયા.ODEO માં એવન વિલિયમ્સના રૂપિયા લાગ્યા હતા.

જ્યારે શેરહોલ્ડર્સથી થઈ ગઈ ભૂલ
ટ્વીટરના લોન્ચિંગના અમુક સમય બાદ ODEO ના શેરહોલ્ડર્સની સામે twitter નો આઈડિયા રાખવામાં આવ્યો, જે તેમને પસંદ આવ્યો નહીં.સપ્ટેમ્બર 2006માં એવનએ કંપનીના શેરહોલ્ડર્સને પત્ર લખ્યો અને કહ્યુ કે તે કંપનીના તમામ શેર ખરીદવા તૈયાર છે જેથી તેમને કોઈ નુકસાન ન વેઠવુ પડે.તે સમયે ટ્વીટર પર 5 હજાર યુઝર્સ પણ નહોતા.વિલિયમ્સએ તમામ શેર 5 મિલિયન ડોલરમાં ખરીદી લીધા.5 વર્ષ બાદ જ ટ્વીટરની કિંમત 5 અરબ ડોલર સુધી પહોંચી ગઈ.લોન્ચિંગના 7 વર્ષ બાદ નવેમ્બર 2013માં ટ્વીટર પબ્લિક કંપની બની. તે સમયે તેની માર્કેટ કેપ 8 અરબ ડોલરની આસપાસ હતી પરંતુ આજે કંપનીની માર્કેટ કેપ લગભગ 40 અરબ ડોલર નજીક પહોંચી ગઈ છે.

Share Now