ટેસ્લા ભારતમાં ઉત્પાદન કરી શકશે પણ ચીનમાંથી આયાત કરી શકશે નહીં

133

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૬ : રાયસીના ડાયલોગમાં ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત એક વિશાળ બજાર છે અને અહીં તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો માટે વિશાળ તકો રહેલી છે.તેમણે જણાવ્યું હતું કે જો ઇલોન મસ્ક ભારતમાં મેન્યુફેકચરિંગ કરવા માગતા હોય તો અમને કોઇ વાંધો નથી.ભારતમાં આવો, મેન્યુફેકચરિંગ ચાલુ કરો.ભારત એક મોટું બજાર છે.તેઓ ભારતમાંથી નિકાસ પણ કરી શકે છે.પણ જો તેઓ ચીનમાં મેન્યુફેકચરિંગ કરી ભારતમાં વેચાણ કરવા માગતા હોય તો તેની પરવાનગી માગવામાં આવશે નહીં.ભારતમાં તમામ પ્રકારની ટેકનોલોજી અને સ્પેર પાર્ટ્સ તથા ટેલેન્ટ ઉપલબ્ધ છે.જો ટેસ્લા ભારતમાં નિર્માણ શરૃ કરશે તો આ સમજૂતી ભારત અને ટસ્લા બંને માટે ફાયદાકારક રહેશે.ગયા વર્ષે ભારતે ટેસ્લાને જણાવ્યું હતું કે પ્રથમ મેન્યુફેકચરિંગ શરૃ કરવામાં આવે ત્યારબાદ ટેક્સમાં રાહત અંગે વિચારવામાં આવશે.

Share Now