સાઉદીની એક રેસ્ટોરામાં 30 વર્ષથી સમોસા સહિતનો નાસ્તો ટોઈલેટમાં બનતો હતો

124

જેદ્દાહ : ગુજરાતીમાં એક કહેવત છે કે કાગડા બધે કાળાં હોય છે.ભારતમાં છાશવારે બાથરૃમ કે ટોઈલેટમાં ખાવાનું બનતું હોય તેવા અનેક કિસ્સા બહાર આવતા હોય છે.સોશિયલ મીડિયામાં અનેક વિડીયો વાયરલ થતા હોય છે પરંતુ તેના ઉચ્ચ સ્ટાન્ડર્ડને કારણે ઓળખાતા સાઉદી અરેબિયામાં પણ હાયજિનની કથળેલી સ્થિતિ હવે દેશની શાખને અસર કરી રહી છે.સાઉદી અરેબિયામાં પણ બાથરુમમાં ખાવાનું બનાવતી રેસ્ટોરા પકડાઈ છે.આ રેસ્ટોરાને સીલ કરી દેવામાં આવી છે.સાઉદી અરેબિયામાંથી એક રેસ્ટોરન્ટ ઝડપાઈ છે જેમાં ટોઈલેટમાં સમોસા સહિતનો નાસ્તો બનતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લા ૩૦ વર્ષથી આ રેસ્ટોરન્ટના ટોઈલેટમાં નાસ્તો બની રહ્યો છે.

અહેવાલ અનુસાર કિંગ્ડમ ઓફ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં એક રેસ્ટોરન્ટ ૩૦ વર્ષથી ટોયલેટમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવે છે.જેદ્દાહ નગરપાલિકાએ રહેણાંક મકાનમાં એક રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોની માહિતી મળ્યા બાદ દરોડો પાડયો હતો.રેસ્ટોરન્ટ વોશરૃમમાં નાસ્તો અને ભોજન બનાવતી હતી.અંતે સત્તાધીશોએ રેસ્ટોરન્ટ બંધ કરી દીધી છે.આ સિવાય મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ જોયું કે જેદ્દાહની આ રેસ્ટોરન્ટમાં બે વર્ષ જુના માંસ અને ચીઝનો ઉપયોગ થતો હતો.તાત્કાલિક ધોરણે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે.અધિકારીઓએ જણાવ્યું કે ૩૦ વર્ષથી ચાલી રહેલી આ રેસ્ટોરન્ટના કર્મચારીઓ પાસે કોઈ હેલ્થ કાર્ડ નથી અને તેઓ અહીં સ્પષ્ટપણે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

વાસ્તવમાં આ પહેલીવાર નથી જ્યારે સાઉદી અરેબિયામાં કોઈ રેસ્ટોરન્ટને ગંદકી કે અન્ય હેલ્થ સ્ટાન્ડર્ડ કે હાઈજીનને કારણે બંધ કરવામાં આવી હોય.જેદ્દાહમાં જાન્યુઆરીમાં એક પ્રખ્યાત શવર્મા રેસ્ટોરન્ટ પણ જાન્યુઆરીમાં બંધ કરવામાં આવી હતી કારણ કે ત્યાં એક ઉંદર અહીં-ત્યાં ભટકતો અને એક કાઉન્ટરની ઉપર માંસ ખાતો જોવા મળ્યો હતો.શવર્મા રેસ્ટોરન્ટનો આ વીડિયો જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યકત કરતા જોવા મળ્યાં હતા.સત્તાધીશોએ શવર્મા રેસ્ટોરન્ટ સામે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને સીલ કરી દીધું હતું.જાન્યુઆરી માસના આધિકારીક અહેવાલ અનુસાર સાઉદી અધિકારીઓએ ૨૮૩૩ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી.નગરપાલિકાએ જણાવ્યું કે ઈન્પેરીક્શન અભિયાનમાં ૪૩ રેસ્ટોરન્ટ નિયમનું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી, જેમાંથી ૨૬ બંધ કરી દેવામાં આવી હતી.

Share Now