ભારતમાં એક આખી ગેંગ હતી જે મારી ઈર્ષા કરતી હતીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી

169

નવી દિલ્હી,તા.26 એપ્રિલ 2022,મંગળવાર : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ બ્રિટનના એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, ભારતમાં એવા લોકોની ગેંગ હતી જે મને નિષ્ફળ થતો જોવા માંગતી હતી.શાસ્ત્રી સાત વર્ષ સુધી ભારતીય ટીમન કોચ રહ્યા હતા. શાસ્ત્રીએ ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મારી પાસે કોચિંગની કોઈ ડિગ્રી નહોતી. લેવલ વન અને લેવલ ટુ બધુ મેં બાજુ પર મુકી દીધુ હતુ.ભારત જેવા દેશમાં તમારી ઈર્ષા થાય તે સામાન્ય વાત છે.એક આખી ગેંગ હતી જે મને ફેલ થતો જોવા ઈચ્છતી હતી.પણ મારી ચામડી ક્રિકેટમાં વપરાતા ડ્યુક બોલ કરતા પણ જાડી હતી.આ જોબ માટે તમારે જાડી ચામડી રાખવી પડે છે.ઈંગ્લેન્ડના નવા કોચે પણ આવુ કરવુ પડશે.રવિ શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, ક્રિકેટમાં બધા દેશમાં રાષ્ટ્રીય સ્તરની ટીમો એક જ પ્રકારે કામ કરતી હોય છે.સૌથી મહત્વની વાત એ છે કે તમારે મેચ જીતવા માટે માઈન્ડસેટ તૈયાર કરવો પડે છે.જીત મેળવવા માટે દબંગ બનીને રમવુ પડે છે.શાસ્ત્રીએ ઈંગ્લેન્ડની ટીમ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, નવા કોચે પૂર્વ કેપ્ટન જો રૂટ સાથે વાત કરવી જોઈએ.મારી દ્રષ્ટિએ રૂટના સ્થાને હવે બેન સ્ટોક્સ સૌથી યોગ્ય વ્યક્તિ છે.જે ઈંગ્લેન્ડને આગળ લઈ જઈ શકે છે.

Share Now