મુંબઇ, પુણે અને સુરતમાં એબીજી શિપયાર્ડના 26 સ્થળોએ ઇડીના દરોડા

124

મુંબઇ : ભારતના સૌથી મોટા બેંક કૌભાંડ એબીજી શિપયાર્ડ કેસમાં હવે ઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મંગળવારે મુંબઈ, પુણે અને સુરતમાં એબીજી શિપયાર્ડના ૨૬ સ્થળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ગુજરાતના સુરત સ્થિત એબીજી શિપયાર્ડ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર્સ પર ૨૮ બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. ૨૨,૮૪૨ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.આ મહિનાની શરૂઆતમાં એજન્સીએ શિપિંગ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન ઋષિ અગ્રવાલની પૂછપરછ પણ કરી હતી.એજન્સીના અધિકારીએ ખાનગી ધોરણે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં મુંબઈમાં લગભગ ૨૪ સ્થળો અને પુણે અને સુરતમાં એક-એક સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.આ તપાસ આવતીકાલે પણ ચાલુ રહેશે તેમ અધિકારીએ ઉમેર્યું હતુ.ઈડીને આશંકા છે કે કંપનીના ચોપડેથી પ્રમોટર અને ટોચના અધિકારીઓએ પૈસાની ચોરી કરી છે. ફંડ ડાયવર્ઝન કરીને કંપનીના પૈસા શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા છે.ભમ્ૈંની ફરિયાદ અને ફોરેન્સિક ઓડિટ રિપોર્ટને આધારે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.એબીજી શિપયાર્ડ કંપની પર ૨૮ બેન્કો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે, જેમાં આઇસીઆઇસીઆઇ બેંકના સૌથી વધુ રૂ. ૭૦૮૯ કરોડ, આઇડીબીઆઇ બેન્કના રૂ. ૩,૬૩૯ કરોડ, એસબીઆઇના રૂ. ૨,૯૨૫ કરોડ, બેન્ક ઓફ બરોડાના રૂ. ૨,૯૨૫ કરોડ અને પીએનબીના રૂ. ૧,૨૪૪ કરોડના લેણાં બાકી છે.

Share Now