ઉ. પ્રદેશમાં અનુમતી વગર લગાવેલા 6000 લાઉડસ્પીકર્સ હટાવાયા

349

લખનઉ : ઉત્તર પ્રદેશમાં મંદિર અને મસ્જિદ પરના લાઉડસ્પીકરો ઉંચા અવાજે વગાડવા સામે કાર્યવાહી થઇ રહી છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ આવા લાઉડસ્પીકરો ઉતારવામાં આવી રહ્યા છે.કાર્યવાહી શરૂ કરાઇ ત્યારથી લઇને અત્યાર સુધીમાં મંજૂરી વગરના ૬૦૦૦ લાઉડસ્પીકરોને ઉતારી લેવામાં આવ્યા છે.જ્યારે ૩૦,૦૦૦ લાઉડસ્પીકરનું વોલ્યૂમ ગાઇડલાઇન મૂજબ સેટ કરી દેવામાં આવ્યું છે.ઉત્તર પ્રદેશના કાયદો અને વ્યવસ્થાના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ગેરકાયદે લગાવવામાં આવેલા કે ઉપયોગમાં લેવાઇ રહેલા લાઉડસ્પીકરોની સામે કાર્યવાહી ચાલી રહી છે.રાજ્યવાપી અભિયાન ચલાવવામાં આવ્યું છે. કોઇ પણ પ્રકારના ધાર્મિક ભેદભાવ વગર જ દરેક ધાર્મિક સ્થળો પર લગાવેલા લાઉડસ્પીકરોને લઇને કાર્યવાહી ચાલી રહી છે.અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી ૬૦૩૧ લાઉડસ્પીકરોને હટાવી લેવામાં આવ્યા છે જ્યારે ૩૦ હજાર જેટલા લાઉડસ્પીકરનો અવાજ નિયમ મૂજબ સેટ કરવામાં આવ્યો છે.જે લાઉડસ્પીકરો હટાવી લેવામાં આવ્યા છે તેમે અનુમતી નહોતી લીધી જેને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.દરેક જિલ્લા પ્રશાસન પાસેથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ૩૦મી એપ્રીલ સુધીમાં જે પણ કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ જમા કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.જે જિલ્લાઓમાંથી અત્યાર સુધીમા ંલાઉડસ્પીકરો હટાવી લેવામાં આવ્યા છે તેમાં વારાણસી ઝોનના જિલ્લાઓમાંથી ૧૩૬૬, મેરઠમાંથી ૧૨૧૫, બરેલીમાંથી ૧૦૭૦, કાનપુરમાંથી ૧૦૫૬ લાઉડસ્પીકરો હટાવવામાં આવ્યા છે.

Share Now