વૉશિંગ્ટન, કીવ : યુક્રેન- યુદ્ધ વિસ્તરતું જતું હોવાથી અમેરિકાના પ્રમુખ બાયડને તો યુક્રેનમાં મોટા પાયે શસ્ત્રો મોકલવા શરૂ કરી જ દીધા છે પરંતુ તે સાથે તેમણે સાથી રાષ્ટ્રોને યુક્રનને સહાય કરવા માટે આકાશ પાતાળ એક કરવા અનુરોધ કર્યો છે. દરમિયાન રશિયન દળોએ પૂર્વ અને દક્ષિણ યુક્રેનમાં અગ્નિવર્ષા ચાલુ રાખી છે.આ સાથે ભીતિ તો તે વધી છે કે આ યુદ્ધ યુક્રેનની સરહદોની બહાર ફેલાઈ જશે.યુક્રેનની પશ્ચિમ સરહદને સ્પર્શીને રહેલા મોલ્ડોવાના વિભાજનવાદી વિસ્તાર ટ્રાન્સ વિસ્ટરમાં સતત બીજા દિવસે પણ પ્રચંડ વિસ્ફોટો થયા હતા. તે માટે કોઈએ જવાબદારી લીધી નથી પરંતુ તે રશિયાએ જ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે.બીજી તરફ કીવમાં સોવિયેત સમયમાં રચાયેલું રશિયન- યુક્રેન મૈત્રીનું વિશાળ શિલ્પ તોડી પાડવા કીવના મેયરના હુકમનો અમલ થઈ ગયો છે.પોલેન્ડ અને બલ્ગેરિયાએ કહ્યું હતું કે, રશિયાએ બુધવારથી જ કુદરતી ગેસનો પુરવઠો કાપી નાખ્યો છે.કારણ કે આ બંને નાટો દેશો તે ગેસની કિંમત રૂબલમાં ચુકવવા ઇન્કાર કર્યો હતો.
એક તરફ યુક્રેનમાં ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનનો મોટા ભાગનો આકાશી વિસ્તાર યુક્રેનના જ હાથમાં છે સાથે યુક્રેન રશિયા યુદ્ધવિમાનો સામે ગજબનાક ટક્કર લઈ રહ્યું છે તેમાં તેના ભૂમિદળનું પણ મોટું પ્રદાન છે.તેઓ ગ્રાઉન્ડ ટુ એર મિસાઇલ્સનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે.દરમિયાન યુનોના મહામંત્રી એન્ટની ગુટેરેસા રશિયાના પ્રમુખ પુતિનને મંગળવારે મળ્યા હતા.આ નેતાઓ યુક્રેનમાંથી બહાર જવા માટેનો માનવતા ભર્યો કોરીડોર રચવા કરેલી ચર્ચામાં એકમત થયા હતા તેઓને તે માટે પણ સહમત થયા હતા કે અત્યારે મેરીયુપોલના એઝોવન્સ સ્ટીલ પ્લાન્ટમાં આશ્રય લઈ રહેલા નાગરિકો અને સૈનિકોને ઘેરામાંથી બહાર કાઢવા માટે ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડક્રોસ અને યુનોને બંને દેશો શસ્ત્ર વિરોધ પણ જાહેર કરે.