નવી દિલ્હી,27 એપ્રિલ,2022,બુધવાર : ભારતમાં નકકી કરેલી આવક મર્યાદા કરતા વધારે રકમ હોયતો નોકરીયાત, વેપારી અને ઉધોગપતિ સહિત દરેક વ્યકિતએ ઇન્કમટેક્ષ ચુકવવો પડે છે.આવકવેરોએ સરકારની આવકનો એક સ્ત્રોત છે જેનો ઉપયોગ દેશની આંતર માળખાકિય સુવિધાઓ અને સુરક્ષામાં થાય છે પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા છે જયાં ગમે તેટલા નાણા કમાવ તો પણ એક પણ રુપિયો સરકારને ઇન્કમટેક્ષ પેટે આપવો પડતો નથી.આ ઉપરાંત દુનિયામાં પનામા સહિત એવા અનેક ટેકસ હેવન સ્થળો પણ છે જયાં ધનાઢયો મૂડી રોકાણ કરવા આતૂર હોય છે.
બહામાસમાં માત્ર રાષ્ટ્રીય વીમામાં જ યોગદાન આપવું પડે છે
ઉત્તર અમેરિકી મહાદ્વીપમાં એક દેશ આવેલો છે જેનું નામ બહામાસ છે.ટેક્ષ ફ્રી કન્ટ્રી તરીકે જાણીતો છે.આથી વિદેશી મૂડીરોકાણકારોને અહીં રોકાણ કરવામાં રસ પડે છે.બહામાસમાં કર્મચારીઓ અને સ્વરોજગાર ચલાવતા લોકોએ રાષ્ટ્રીય વીમામાં ચોકકસ રકમ આપવી પડે છે એ પછી ઇન્કમટેક્ષની કોઇ જ જફાં નથી.આ નિયમ બહારથી આવીને બિઝનેસ કરતા બિન નિવાસીઓને પણ લાગુ પડે છે.
ઓમાન, સાઉદી અરબ, કતાર અને કુવૈત ટેકસ વિહોણા અરબ દેશો
ઓમાન એક મહત્વનો તેલ ઉત્પાદક દેશ છે.અહીના નાગરિકોએ ગમે તેટલું કમાતા હોય તેમ છતાં ડરવાની જરુર નથી. આવક વેરાની કોઇ જ નોટિસ કે કાનુનભંગ થતો નથી કારણ કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇજ ટેકસની જોગવાઇ નથી.જો કે ઓમાનમાં 12 થી 15 ટકા જેટલો કોર્પોરેટ ટેકસ લાગે છે એ સિવાય બીજી કોઇ ચિંતા રહેતી નથી.આવી જ રીતે સાઉદી અરબમાં સ્વ રોજગાર ધરાવતા પ્રવાસીઓએ 20 ટકા ટેકસ ચુકવવો પડે છે એ સિવાય કોઇ પણ પ્રકારનો કરબોજ રહેતો નથી.કતાર પણ દુનિયામા વિશાળ તેલ ભંડાર ધરાવતો દેશ છે. ક્રુડ ઓઇલ આ દેશની ચળકાટનું કારણ છે પરંતુ ઇન્કમટેક્ષ વસૂલાતો નથી. કોઇ પણ વ્યકિત કે કર્મચારીની આવક પરના ડિવિડન્ટ.નાણાકિય લાભ, અને ધન સંપતિ ટ્રાન્સફર થવા પર કોઇ જ ટેકસ વસુલાતો નથી. કુવૈતમાં પણ ઇન્કમટેક્ષમાંથી મુકિત મળે છે પરંતુ સોશિયલ ઇન્શ્યોરન્સમાં યોગદાન આપવું પડે છે.
બરબુડામાં 5.5 ટકા પે રોલ સિવાય બીજો કોઇ જ ટેકસ નથી
ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આવેલા બરબૂડામાં કોઇ ટેકસ નથી. જો કે એક પે રોલ ટેકસ કપાય છે જે દરેકના પગાર અને આવકમાંથી કાપવામાં આવે છે.એક કર્મચારીની આવકમાંથી ટેકસ કાપવાની જોગવાઇ 5.5 ટકા છે.મોનાકો દેશ પણ દુનિયામાં ટેકસ હેવન તરીકે જાણીતો છે.બસ આટલી રકમ કપાઇ જાય પછી વ્યકિત પોતાના બેંક એકાઉન્ટમાં ગમે તેટલા નાણા રાખી શકે છે.આવક અંગે કોઇ પણ પ્રકારની ઉલટ તપાસ થતી નથી.ઇન્ડોનેશિયા પાસે બ્રુનેઇ નામનો દેશ છે.આ દેશમાં ઇનકમટેક્ષના વિકલ્પમાં કર્મચારી ટ્રસ્ટ ફંડ અને સપ્લીમેંટલ કંટ્રીબ્યૂટરી પેંશન યોજના છે જેમાં લોકોએ પૈસા જમા કરાવવા પડે છે.