વડોદરા,તા. 28 એપ્રિલ 2022,ગુરૂવાર : વડોદરામાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમાડવાના એક પછી એક બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.જેમાં ગઈકાલે રાતે સમા વિસ્તારમાં વધુ એક સટોડિયા અને બુકી સામે ગુનો નોંધાયો છે.ફતેગંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નિઝામપુરા સુશીલ નગર માં ક્રિકેટ પર સત્તો રમાઈ રહ્યો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે જૈમીન જીતેન્દ્રભાઈ પટેલને ઝડપી પાડી મોબાઇલ કબજે કર્યો હતો.પ્રાથમિક તપાસ દરમિયાન પકડાયેલો જૈમીન ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝસૅ હૈદરાબાદની મેચ ઉપર મોબાઈલ પર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં આઈડી નાખીને સટ્ટો કપાવી રહ્યો હોવાની વિગતો જાણવા મળી હતી.પોલીસે મોબાઇલ તપાસ થાય જૈમીન ને 2.14 કરોડની લિમિટ આપવામાં આવી હતી.જ્યારે જુદા જુદા દિવસના હિસાબો પણ મળી આવ્યા હતા.પૂછપરછ દરમિયાન સટોડિયા એ આઈડી ગોરવાના શાહિદ પાસેથી મેળવ્યાની વિગતો બહાર આવતા પોલીસે શાહિદને વોન્ટેડ જાહેર કર્યો છે.