એરફોર્સ ટૂંકા અને તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલ

364

વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિ ભારતીય વાયુ સેનાને ટૂંકા ગાળાનાં પણ તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહેવાની ફરજ પાડે છે.તેમ કહેતાં એક સેમીનારમાં એર-ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે આ સાથે ભારતીય વાયુ સેનાએ લડાખ જેવા લાંબા સમયના વિવાદ માટે પણ તૈયારી રાખવી અનિવાર્ય છે, આ રીતે કાર્યવાહી તેમજ લોજિસ્ટિક્લી (સાથ, સાધન અને પૂરવઠો) તેમ બંને દ્રષ્ટિએ પણ ઉત્તર આપવા દરેક સમયે તૈયાર રહેવું પડશે.પરિસ્થિતિ જ તેવી ઉભી થઇ રહી છે કે આપણે ટૂંકા ગાળાનાં પણ તીવ્ર યુદ્ધ માટે સતત તૈયાર રહેવું જ પડે તેમ છે, તે માટે (તૈયારીઓ મોટી પણ અને આનુષંગિક બાબતો માટે પૂરતો સમય ન પણ મળે.

આ ઘણી પડકાર રૃપ પરિસ્થિતિ છે.કારણ કે સેનાના સમક્ષ ઘણી વ્યાપક અને બહુવિધ કાર્યવાહી રહેલી છે.તેમ કહેતાં રાષ્ટ્રનાં વાયુદળના વડાએ વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રની ઉત્તર સરહદે તો સલામતી સંબંધે ખરો પડકાર ઉપસ્થિત થયો છે.તેથી સમય ્ને સ્થળ તેમ બંનેની ગણતરી કરવી જ પડે તેમ છે.આથી ટૂંક સમયમાં ઝડપી અને તીવ્ર યુદ્ધ માટે તેમની આપણે પૂર્વ લડાખમાં જોઈ શક્યા છીએ તેમ લાંબા સમયના સ્ટેન્ડ ઓફ (પડકારો) માટે પણ તૈયાર રહેવું અનિવાર્ય બની રહ્યું છે.માટે સાધનો એકત્રિત કરવાની તેમજ વાહન વ્યવહાર પણ સરળ અને ઝડપી બને તે પણ જોવું અનિવાર્ય જ છે.સાધનોની ખેંચ પણ પૂરી કરવી જોઇએ.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બે આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા હતા.આ આતંકવાદીઓ પરપ્રાંતીય મજૂરોની હત્યામાં સંડોવાયેલા હતા.માર્યા ગયેલા આતંકીઓ અલ-બદ્ર નામના આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હતા. બાતમીના આધારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.સુરક્ષાદળો પર ફાયરિંગ શરૃ થયું હતું, વળતા જવાબમાં આ આતંકીઓ ઠાર થયા હતા.દરમિયાન જમ્મુ હાઈ-વે પર વિસ્ફોટકો મળી આવ્યા હતા.સુરક્ષાદળોએ આ વિસ્ફોટકોને નિષ્ક્રિય બનાવ્યા હતા.આતંકવાદીઓએ જમ્મુ હાઈ-વે પર મોટો હુમલો કરવા માટે બોમ્બ ગોઠવ્યો હતો, એને સમયસર શોધીને નિષ્ક્રિય કરાયો હતો.હાઈવે પર સિધારા વિસ્તારમાં આ બોમ્બ મળી આવ્યો હતો.

Share Now