સિંગાપોરમાં ભારતીય મૂળના એકને ફાંસી અપાઈ, બીજાને છેલ્લી ઘડીએ રાહત

373

સિંગાપોરમાં એક ભારતીય-મલેશિયન નાગરિકને ફાંસી અપાઈ હતી.બીજાને છેક છેલ્લી ઘડીએ રાહત મળી ગઈ હતી.માનસિક અસ્થિર ભારતીય મલેશિયન કે. ધર્મલિંગમ્ ૩૪ વર્ષનો હતો.તેની સામે ડ્રગ્સ ટ્રાફિકિંગનો આરોપ હતો.એવો જ આરોપ ૩૬ વર્ષના ભારતીય-મલેશિયન ડી. કટૈયા પર લાગ્યો હતો.તેને ફાંસી આપવાની ઘડીઓ ગણાતી હતી ત્યારે છેલ્લી ઘડીએ રાહત મળી હતી.ડી. કટૈયા ભારતીય મૂળનો મલેશિયન નાગરિક છે. ૩૬ વર્ષના આ ભારતીય-મલેેશિયન નાગરિક સામે ૨૦૧૧માં ડ્રગ્સ ઘૂસાડવાનો આરોપ લાગ્યો હતો.તેની સામે ૪૫ ગ્રામ ડ્રગ્સ ઘૂસાડાયું હોવાનો આરોપ હતો.એ પછી કેસ ચાલ્યો હતો અને તેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.ફાંસીની સજાનો અમલ થવાની તૈયારી હતી ત્યારે છેલ્લી ઘડીએ તેને રાહત આપવામાં આવી હતી.કોર્ટે તેની ફાંસી પર સ્ટે મંજૂર કર્યો હતો.એમ. રવિ નામના ભારતીય મૂળના સિંગાપોરના વકીલે ડી. કટૈયાનો કેસ કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેની ફાંસી અટકાવવાની અરજી કરી હતી.આ વકીલે જ અગાઉ કે. ધર્મલિંગમની અરજી પણ કરી હતી, જોકે ત્યારે એને માન્ય રખાઈ ન હતી.

કે. ધર્મલિંગમ ભારતીય મૂળનો મલેશિયન નાગરિક હતો.૩૪ વર્ષના કે. ધર્મલિંગમ્ સામે ૨૦૦૯માં ડ્રગ્સ ટ્રાફિકિંગનો આરોપ લાગ્યો હતો. તેની સામે ૪૨ ગ્રામ ડ્રગ્સ ઘૂસાડવાનો આરોપ હતો અને એ કેસમાં તેને ફાંસીની સજા મળી હતી.સિંગાપોરમાં માદક પદાર્થોની તસ્કરીના સૌથી કડક નિયમો હોવાથી આકરી સજા થાય છે.ધર્મલિંગમ્ માનસિક રીતે અસ્થિર હતો.તેના મેડિકલ રીપોર્ટ્સમાં પણ એ સિદ્ધ થયું હોવા છતાં તેને ફાંસીએ ચડાવી દેવાયો હતો. તેનો સિંગાપોરમાં પણ વિરોધ થયો હતો.તેનો આઈક્યૂ માત્ર ૬૯ હતો, જેના કારણે તે માનસિક રીતે અસ્થિરની વ્યાખ્યામાં આવતો હતો.ધર્મલિંગમને ફાંસી અપાઈ તેના બીજા જ દિવસે ડી. કટૈયાને ફાંસી આપવાની હતી, પરંતુ કોર્ટે તેને નાટયાત્મક રીતે હાલ પૂરતી રાહત આપી છે.

Share Now