21 વર્ષીય નેહલ વાઢેરા 578 રનની મેરેથોન ઈનિંગ રમ્યો, 66 વર્ષ જુનો રેકોર્ડ તુટયો

161

નવી દિલ્હી,તા.29 એપ્રિલ 2022,શુક્રવાર : પંજાબમાં અન્ડર 23 ક્રિકેટ મેચમાં ભટિંડા સામે લુધિયાણાના 21 વર્ષના ક્રિકેટર નેહલ વાઢેરાએ 578 રનની મેરેથોન ઈનિંગ રમીને ઈતિહાસ રચી દીધો છે.નેહલે 414 બોલમાં 42 ચોક્કા અને 37 છક્કાની મદદથી આ સ્કોર કર્યો હતો.તેની આ ધરખમ ઈનિંગના કારણે લુધિયાણાએ ચાર દિવસની મેચના બીજા દિવસે 6 વિકેટ ગુમાવીને 880 રન કર્યા છે.નેહલના પિતા કમલ વાઢેરા કોચિંગ સેન્ટર ચલાવે છે.નેહલ યુવરાજ સિંહને જોઈને ક્રિકેટ રમવા પ્રેરાયો હતો.નેહલ પંજાબ ક્રિકેટમાં કોઈ પણ સ્તરે સૌથી મોટી ઈનિંગ રમનાર ખેલાડી બની ગયો છે.જ્યારે આખી દુનિયામાં તે સૌથી મોટી ઈનિંગ રમવામાં ત્રીજા ક્રમે છે.આ મેચમાં નેહલે સૌથી ઝડપી 200, 300, 400 અને 500 રન બનાવ્યા હતા.નેહલ ભારત માટે અન્ડર-19 ક્રિકેટ પણ રમી ચુકયો છે.જુલાઈમાં શ્રીલંકા પ્રવાસમાં તેણે બે અડધી સદી ફટકારી હતી.આ પહેલા 2017-18માં કૂચ બિહાર ટ્રોફીમાં 6 અડધી સદી સાથે 540 રન તેણે બનાવ્યા હતા.આઈપીએલના મેગા ઓક્શનમા જોકે તેની પસંદગી થઈ નહોતી.જોકે કુમાર સંગકારા સાથે રહીને નેહલની બેટિંગમાં વધારે નિખાર આવ્યો છે.

Share Now