મુંબઇ : દુકાનો અને ઓફિસો પરના બોર્ડ મરાઠી ભાષામાં લખેલા હોવાનું ફરજિયાત કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.હવે આ નિર્ણયનો અમલ કરવા તેમજ કાર્યવાહી માટે મુંબઇ મહાનગર પાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લીસ મેન્ટ વિભાગે પાલિકા પાસે પરવાનગી માગી છે.આથી શહેરના લગભગ પાંચ લાખથી વધુ દુકાનદારો પાલિકાના રડાર આવશે.આ સિવાય કામગાર બાબતે પણ શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ વિભાગની નિયમાવલીના પાલન કરવાની પરવાનગી માગતો પ્રસ્તાવ પણ પાલિકા કમિશનરને મોકલવામાં આવ્યો છે.દુકાન અને આસ્થાપનાઓએ નામ બોર્ડ મરાઠી ભાષામાં લખેલા ફરજિયાત કર્યા છે.જો અન્ય ભાષામાં નામ લખવા હોય તો તેના કરતાં મરાઠી ભાષામાં નામ અક્ષર મોટા હોવા જોઇએ.આ બાબતેનો નિર્ણય રાજ્ય શાસને ૧૭ માર્ચ ૨૦૨૨ના રોજ જારી કર્યો હતો.તે આદેશ થોડાક દિવસ પૂર્વે પાલિકાને મળ્યો છે.આને લીધે કાર્યવાહી કરવા માટે પાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ વિભાગે તૈયારી શરૃ કરી છે.હવે કમિશનરની પરવાનગી મળતાં કાર્યવાહી હાથ ધરાશે.જો કે દુકાનો પર મરાઠી નામના બોર્ડ કાયદા મુજબ ફરજિયાત છે.આ નિર્ણયનો અમલ કરવા માટે મુંબઇના વેપારી સંગઠનો સાથે ચર્ચા કરાશે.સંગઠનોને દુકાનો પર મરાઠી ભાષામાં લખેલા બોર્ડ લગાડવાની વિનંતી કરાશે.આ બાબતે પાલિકા દ્વારા જનજાગૃતિ ઝુંબેશ સુદ્ધા કરાશે, એમ પાલિકા દ્વારા સ્પષ્ટ કરાયું છે.જો કે પ્રથમ તબક્કામાં પાલિકા દુકાનોની ચકાસણી કરાશે.ત્યારબાદ દુર્લક્ષ રાખનારા દુકાનદાર સામે કાર્યવાહી કરાશે.એમ તેમણે ઉમેર્યું હતું.