વીજળીની ખેંચને લીધે પંજાબના ખેડૂતો નારાજ : કપાસનું વાવેતર મોડું થવા સંભવ

124

ભાટીંડા : રાજ્યના કોટન બેલ્ટમાં ખેડૂતો વીજળીના અપૂરતા પુરવઠાને લીધે નારાજ છે.તેનું કારણ તે છે કે તેથી કપાસનું વાવેતર જ મોડું થવા સંભવ છે.તેઓ કહે છે કે રોજે રોજ, ૬થી ૧૦ કલાકનો પાવર કટ થાય છે, તેથીકપાસનાં વાવેતરમાં મુશ્કેલી ઉભી થાય છે.તલવંદી આબો, સંગત મંડી જેવા વિસ્તારોમાં નહેરો દ્વારા અપાતું પાણી પણ પ્રમાણમાં ઘણું ઓછું મળે છે.કારણ કે ત્યાં તો નહેરોના છેડા આવી જાય છે.આથી ખેડૂતોને ટયુબ વેલ ઉપર જ આધાર રાખવો પડે છે.

પંજાબ કૃષિ સંઘના નેતા, જસબીર સિંહે જણાવ્યું હતું કે કૃષિ વિભાગે કપાસનાં વાવેતર માટે એપ્રિલ ૧૫થી મે ૧૫ સુધીનો સમય શ્રેષ્ઠ હોવાનું કહ્યું હતું.પરંતુ વીજ-પૂરવઠો જ થોડો મળે છે તેથી વાવણી મોડી થશે તેથી પાક-ઉત્પાદન ઉપર અસર થશે.આ ઉપરાંત ખેડૂતોએ કહ્યું હતું કે ગરમીનાં મોજાને લીધે લીલા ચારા અને શાકભાજીનાં ઉત્પાદનને અસર પહોંચી છે. તેમની લાંબા વીજળી કાપને લીધે ડાંગરની ખેતી કરનારા ખેડૂતો ચિંતામાં છે.અત્યારે જ વીજકાપ શરૂ થઈ ગયો છે, અને જ્યારે ડાંગરનાં વાવેતરનો સમય આવશે ત્યારે તો પરિસ્થિતિ વધુ બગડશે.

પાવર કટથી તંગ આવી ગયેલા ખેડૂતો પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિ.ની જીઓન્દની ઓફીસોમાં ઘૂસી ગયા હતા.અને વીજળી અધિકારીઓને ઘેરો નાખ્યો હતો.આથી પાવર સપ્લાય શરૂ કરાયો હતો.ખોખર ગામમાં ખેડૂતોએ આપ સરકારનું પૂતળું બાળ્યું હતું.બીકેયુના નેતા ગુરવિંદર સિંહે કહ્યું હતું કે પહેલાં બે કલાક વીજળી અપાતી હતી જે હવે છ કલાક અપાય છે.

Share Now