મુંબઈ : મુંબઈમાં આજ રાતથી અમલમાં આવે તે રીતે ઓટોમોબાઈલ સીએનજી ગેસના ભાવમાં કિલોદીઠ ચાર રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.નેચરલ ગેસના પુરવઠાની કિંમતમાં ૧૧૦ ટકાનો ભારે વધારો થયો હોવાનું જણાવી મહાનગર ગેસ લી. (એમજીેલ)ના શહેરના ડીસ્ટ્રીબ્યુટરોએ ઓટો-સીએનજીના ભાવમાં કિલોદીઠ ચાર રૃપિયાનો વધારો કર્યો છે.જો કે રસોઈના ગેસમાં કોઈ વધારો થયો નથી.એપ્રિલ ૬થી માંડી અત્યાર સુધીમાં સીએનજીના ભાવોમાં ત્રીજીવાર વધારો નોંધાયો છે.
એમજીએલ અનુસાર આજ રાતથી અમલમાં આવે તે રીતે મુંબઈમાં સીએનજીનો ભાવ હવે કિલોદીઠ ૭૬ રૃપિયા જેટલો રહેશે.૧થી ૫ એપ્રિલ દરમિયાન રાજય સરકારે વેટના દરો ૧૩.૫ ટકાથી ઘટાડી ૩ ટકા કરતા ભાવમાં ઘટાડો થયો હતો પણ ત્યારબાદ અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં કિલોદીઠ ૧૬ રૃપિયાનો વધારો થયો છે.