રાણા દંપતીની જામીન અરજીની સુનાવણી કોર્ટે આજ પર મોકૂફ રાખી

131

મુંબઈ : મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની હઠ પકડનારા અમરાવતીના સ્વાયત્ત સાંસદ નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાની જામીન અરજી પર સેશન્સ કોર્ટે સુનાવણી આવતીકાલ પર મુલત્વી રાખી છે.રાણા દંપતીને જેલમાં ઘરનું ભોજન આપવાની અરજી પણ ફગાવી દેવામાં આવી છે.ઘરના ભોજન માટેની રાણા દંપતીની અરજી પણ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.જેલમાં આરોગ્યપ્રદ ભોજન પીરસાતું હોવાની સરકારી વકિલની દલીલને માન્ય રાખીને કોર્ટે રાહત નકારી હતી.રાણા દંપતી વતી વકીલે દલીલ કરી હતી કે અરજદાર દંપતી પ્રતિષ્ઠિત લોકપ્રતિનિધિ છે અને આથી તેમને અન્યાય થાય નહીં એ માટે આજે થોડો સમય પણ કાઢીને શક્ય હોય તો કોર્ટ સમક્ષ તેઓ દલીલ રજૂ કરવા તૈયાર છે, પરંતુ આજે અન્ય મહત્ત્વના કેસમાં સુનાવણી હોવાથી આ કેસમાટે મય નહોવાનું ન્યા.રાહુલ રોકડેએ સ્પષ્ટ જણાવ્યું હતું.

ઘરના ભોજન માટેની રાણા દંપતીની અરજી પણ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.જેલમાં આરોગ્યપ્રદ ભોજન પીરસાતું હોવાની સરકારી વકિલની દલીલને માન્ય રાખીને કોર્ટે રાહત નકારી હતી.દરમ્યાન જામીન અરજીના ઉત્તર સ્વરૃપે રાજ્ય સરકાર વતી સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું.આવતી કાલે બપોરે ૧૨ વાગ્યે આ પ્રકરણની સુનાવણી કરવામાં આવશે.સરકાર પક્ષ તરફથી ા સોગંદનામામાં અરજીનો જોરદાર વિરોધ કરાયો ર્ે છે.તેમાં જણાવાયું છે કે આરોપીઓ રાજદ્રોહ જેવા ગંભીર ગુનાનો સામનો કરી રહ્યા છે અને તેમની સામે અ ાપૂર્વે પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના દાખલ છે, તેમને જામીન આપવામાં આવશે તો તેમના તરફથી સમાજમાં તણાવ નિર્માણ કરતા વક્તવ્ય થઈ શકે છે.નવનીત રાણા વિરુદ્ધ ખોટા જાતી પ્રમાણપત્ર પ્રકરણે ગુનાની નોંધ છે.તેમ જ મુંલુંડ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાની નોંધ છે.

વળી રાણા દંપતીની માતોશ્રી સામે હનુમાન ચાલીસાનું પઠન કરવાની યોજના નિર્દોષ લાગે છે પણ મહાવિકાસ આઘાડી સરકારને પડકારવાનું અને કાયદો અને વ્યવસ્થા ખોરવવાનું આ મોટું કાવતરું હતું.ભાજપ ઠાકરેનો કટ્ટર વિરોધી પક્ષ છે અને આથી તેમને હિન્દુ વિરોધી હોવાનું રજૂ કરવા માટેનું વાતાવરણ નિર્માણ કરવા આ કાવતરા ઘડી રહ્યો છે.વિશેષ સરકારી વકિલ પ્રદીપ ઘરાત મારફત પોલીસે આ સોગંદનામું રજૂ કર્યું હતું.દંપતી મુંબઈનું કાયમી રહેવાસી નથી આથી તપાસમાં ઉપલબ્ધ થાય નહીં એવી ગાઢ શક્યતા છે.આરોપીઓએ જનતામાં ખટરાગ, દુશ્મનાવટ અને હરીફાઈની ભાવના ઊભી કરી છે અને આથી રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.તેમને ૨૨ એપ્રિલે પોલીસે તેમનું આયોજન પડતું મૂકવાની નોટિસ પણ આપી હતી પણ ગણકારી નહોતી એમ જામીનના વિરોધમાં જણાવાયું છે.

Share Now