લવજેહાદમાં ગરબાડાનું ગાંગરડી લાલઘુમ સગીરાને ભગાડી જવાતાં ગામ સજ્જડ બંધ

136

દાહોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે લવ જેહાદની ઘટનાના પગલે ગ્રામજનો લાલચોળ થઇ ગયા છે.લઘુમતી કોમનો યુવક સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી જતાં સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવતા આજે સવારથી જ ગાંગરડી ગામ સજ્જડ બંધ રહેવા પામ્યું છે.જ્યાં સુધી છોકરી પરત સોંપવામાં નહીં આવે ત્યાં સુધી ગાંગરડી ગામ આ જ રીતે સજજડ બંધ રહેશે તેવું સંગઠનો દ્વારા જણાવવામાં આવ્યુ છે.પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મૂળ રહેવાસી અને છેલ્લા પાંચ વર્ષથી ગાંગરડી ખાતે પોતાના સગા વહાલાને ત્યાં રહેતો રાજા ઉર્ફે સુફિયાન સત્તાર પટેલ નામનો મુસ્લિમ યુવક ગાંગરડી ની સગીર વયની હિન્દુ યુવતીને ભગાડીને લઈ જતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે.સમગ્ર મામલો લવ જેહાદ સાથે સંકળાયેલો હોવાથી હિન્દુ સંગઠનો દ્વારા ગાંગરડી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે ગાંગરડી ગામ આજે સવારથી જ તમામ ધંધા-રોજગાર બંધ રહેતા સજ્જડ બંધ રહેવા પામ્યું છે.આ સમગ્ર પ્રકરણમાં હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકની શોધખોળ આદરી ગુનો દાખલ કરવાની તજવી જ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ આ મામલે પોલીસ ગ્રામજનોને મદદ કરતી નહીં હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આ મામલે પોલીસ મદદ નહીં કરે તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા તેમ જ ધરણા પર બેસવાની પણ નગરજનોએ તૈયારી બતાવી છે.સ્થનિક આગેવાન અશોકભાઈ સોનીએ જણાવ્યુ હતુ કે, આ આખો મામલો લવજેહાદનો છે.જ્યાં સુધી આ લોકો અમને છોકરી નહી સોંપે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત માટે ગાંગરડી ગામ બંધ રાખીશું.કેમ કે આ લોકો માથાભારે લોકો છે.આ કાયમ માટે ના આવા તોફાનો કરવા માટે માહિર છે.પોલીસ તંત્રને પણ આવા લોકો સામે એક્શન લેવાનું અમો જણાવીએ છીએ.આ લોકોના ગેરકાયદેસર મટન વેચવા જેવા ઘણા ગેરકાયદેસર ધંધા છે.આ લોકો પર વોચ રાખવા ની જરૂર છે કારણ કે આ લોકોને કારણે અસામાજિક તત્વો પણ અહીંયા આવે છે જે અમે કાયમ જોઈએ છીએ. આ લોકો ક્યાં ક્યાંથી લોકોને લાવીને અહીં વસાવ્યા કરે છે.તે શા માટે અહિયા લાવે છે?

આ મામલે પોલીસ તેમજ વહીવટી તંત્રએ પણ આ લોકો ઉપર વોચ રાખવા જેવી છે ગમે તેમ કરીને પોલીસ છોકરી પાછી લાવવા કોશીશ કરે તેવી અમારી માગણી અને લાગણી છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે બનેલી લવ જેહાદની આ ઘટના ના પડઘા જિલ્લામાં અન્ય સ્થળે ના પડે તે માટે જિલ્લા પોલીસ વડા પણ આ સમગ્ર પ્રકરણ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને આ મામલે જિલ્લા વાસીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

આ ઘટનાનો વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા વાહિની એ સદંતર વિરોધ કરી આવા લવજેહાદના કિસ્સામાં તેઓને પકડીને કડકમાં કડક સજા થાય અને આવા આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આ રીતના ધર્મ વિરોધી કૃત્યો કરવા વાળા બહારગામથી આવેલા જેહાદીઓને શોધી કાઢી આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવે તેવી માગણી સાથે આવતી કાલ તારીખ ૨૯મી એપ્રીલને શુક્રવારના રોજ ગરબાડા, ગાંગરડી, જેસાવાડા વાળા બજાર સહિત તાલુકાના તમામ ગામમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

Share Now