નવી દિલ્હી,તા.1.મે.2022 : વારાણસી એરપોર્ટ પરની એક અજીબો ગરીબ ઘટનાના પગલે 200 મુસાફરોને બે કલાક સુધી હેરાન થવાનો વારો આવ્યો હતો.મળતી વિગતો પ્રમાણે આ ઘટના 24 એપ્રિલની છે.તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની વિગતો સપાટી પર આવી છે.24 એપ્રિલે ઈન્ડિગો એરલાઈન્સનુ વિમાન 300 મુસાફરો સાથે એરપોર્ટ પર ઉડાન ભરવા માટે તૈયાર હતુ.તેમાં બેઠેલા બે મુસાફરો વચ્ચે અચાનક સીટને લઈને ઝઘડો થઈ ગયો હતો.એક મુસાફર મહિલા અને એક પુરુષ હતી.ઝઘડો એટલો વધી ગયો હતો કે, ક્રુ મેમ્બરોને વચ્ચે પડવુ પડ્યુ હતુ.તેઓ જોકે કોઈની વાત સાંભળવા પણ તૈયાર નહોતા. આખરે પાયલોટે તેમને ચીમકી આપી હતી કે, હું વિમાન ટેક ઓફ જ નહીં કરાવુ. એ પછી વિમાન બે કલાક એરપોર્ટ પર જ ઉભુ રહ્યુ હતુ.બીજા મુસાફરોએ તેનો વિરોધ કરીને હંગામો શરુ કર્યો હતો.આખરે ઝઘડો કરનારા બે મુસાફરોએ ક્રુ મેમ્બર્સને માફી નામુ લખી આપ્યુ હતુ અને એ પછી પાયલોટ વિમાન ઉડાવવા માટે રાજી થયો હતો.જોકે એરપોર્ટ ડાયરેકટરનુ કહેવુ હતુ કે, આ પ્રકારની ઘટનાની જાણકારી મારી પાસે નથી.