પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આ રીતે મળી શકે છે રાહત. જાણો શું છે આશાનું કિરણ

124

મોસ્કો,30 એપ્રિલ,2022,શનિવાર : યુક્રેન યુધ્ધ પછી દુનિયામાં ક્રુડ ઓઇલના ભાવો ભડકે બળે છે તેની જન જીવન પર મોંઘવારી સ્વરુપે અસર થઇ છે.ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી ખેડૂતો અને મધ્યમવર્ગના બજેટ તૂટી રહયા છે ત્યારે ભાવોમાં રાહત મળી શકે છે.એક માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય બજાર કરતા પણ સસ્તા ભાવે મોટા જથ્થામાં ક્રુડ ઓઇલ આયાત કરવા માટે ભારત અને રશિયા વચ્ચે વાતચિત ચાલું છે.ભારતીય રિફાઇનર રશિયા સાથે 6 મહિનાના તેલ સૌદા પર વાટાઘાટો કરી રહયા છે.24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાએ કાર્યવાહી કરી એ પછી ભારતે બે મહિનામાં પહેલાની સરખામણીમાં બમણું ક્રુડ ખરીદયું છે પરંતુ હવે જે વાતચિત ચાલી રહી છે તે મોટા જથ્થામાં ક્રુડ ખરીદવા અંગેની છે.રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોની પરવા કર્યા વિના દુનિયાનો ત્રીજા ક્રમનો ક્રુડ આયાત કરતો ભારત દેશ આ મામલે રશિયા સાથે વધુ આગળ વધવા ઇચ્છે છે.

પશ્ચિમના અનેક ક્રુડ આયાતક દેશોએ મોસ્કો સાથેના છેડો ફાડી નાખતા રશિયાના ક્રુડની માંગ અને ભાવ ઘટયા છે તેનો ફાયદો ભારત ઉઠાવી શકે છે.સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રશિયાની ક્રુડ કંપની રોસનેફટ ભારત અને ચીનની રિફાઇનર કંપનીઓ સાથે મોટા ક્રુડ વેપાર સોદા માટે ઉત્સૂક છે.ભારતની મુખ્ય રિફાઇનર ઇન્ડિયન ઓયલ કાર્પ (આઇઓસી) ભારત પેટ્રોલિયમ કાર્પ અ હિંદુસ્તાન પેટ્રોલિયમ કાર્પ રશિયાની રોસનેફટ સાથે સોદા માટે વાતચિતમાં આગળ વધી છે.જેમાં આઇઓસી 30 લાખ બેરલ પ્રતિ માસ અને અન્ય કંપનીઓ 30 થી 40 લાખ બેરલ ક્રુડ ખરીદવાનો સમાવેશ થાય છે.આ સોદા જો પાર પડે તો રશિયાનો સસ્તા ક્રુડ ઓઇલનો જથ્થો જુન મહિના સુધીમાં ભારતને મળી શકે છે. આ સંજોગો ભારતમાં ઘર આંગણે પેટ્રોલ તથા ડિઝલના ભાવ સરકાર ઘટાડે તે આશાના કિરણ સમાન છે.

Share Now