માલદીવના ટુર પેકેજ નામે બાલાજી હોલીડેસના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી

163

વડોદરા,તા. 2 મે 2022,સોમવાર : માલદીવના ટુર પેકેજના નામે બોગસ ટ્રાવેલ એજન્ટ દ્વારા વડોદરાના કેટલાક ગ્રાહકોને ચૂનો ચોપડવાના આવ્યો હોવાનો બનાવ બનતા વડોદરા સાયબર સેલે તપાસ હાથ ધરી છે.અકોટાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વશિષ્ઠ ઉપાધ્યાયે પોલીસને કહ્યું છે કે અમારે માલદેવની ટુરમાં જવું હોવાથી બાલાજી હોલીડે ઇન્ડિયાની સાઇટ પર સર્ચ કર્યું હતું.ત્યારબાદ અમને આદિત્ય જૈનના નામે મારા પર ફોન આવ્યો હતો અને વોટ્સએપ પર 6 વ્યક્તિઓ માટે 5.10 લાખનુ ટુર પેકેજ આપ્યું હતું.તેણે સેલ્સ બાલાજી હોલીડેના ઇમેલ પરથી ઇન્વોઇસ અને ટુર પેકેજ મોકલ્યુ હતું.જેથી મેં દોઢ લાખ ટ્રાન્સફર કર્યા હતા.

ત્યારબાદ બીજા દિવસે એટલે કે તા 21- 3- 2022 ના રોજ રાજેશ પટેલ નો ફોન આવ્યો હતો અને ફ્લાઇટ બુકિંગની વાત કરી હતી.ત્યારબાદ થોડી જ વારમાં આદિત્યનો ફોન આવ્યો હતો અને ફ્લાઇટ ટિકિટ મોકલવાની વાત કરી એડવાન્સ 1 લાખ માંગ્યા હતા.જેથી મેં રૂ. 1 લાખ ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ ત્યારબાદ આદિત્યનો કોઈ ફોન આવ્યો ન હતો તેમજ તેને ફોન લેવાનું પણ બંધ કરી દીધું હતું.જેથી બાલાજી કોલેજના ઇન્વોઇસ ચેક કરતા તે બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું.વશિષ્ઠ ઉપાધ્યાયે પોલીસને કહ્યું છે કે મારી સાથે થયેલી અઢી લાખની છેતરપિંડી અંગે ફરિયાદ કરતા હસમુખભાઈ પ્રજાપતિ તીર્થ રેસીડેન્સી અમીન પાર્ટી પ્લોટ પાસે ગોત્રી સાથે પણ આજ રીતે બાલાજી હોલની સામે રૂ 2.76 લાખની ઠગાઈ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.આદિત્ય જૈન અને રાજેશ પટેલ ની જાળમાં બીજા પણ ગ્રાહકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.જેથી સાયબર સેલે બંનેના એક્સીસ બેંક અને કેનેરા બેન્ક એકાઉન્ટ ની તપાસ હાથ ધરી છે.

Share Now