ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૩ મે ને મંગળવારે અખાત્રીજના મહાપર્વે ભાવનગર શહેરમાં વર્ષીતપના ત્રણેક જેટલા તપસ્વીઓના પારણાનું આયોજન કરાયેલ છે. જયારે આગામી વર્ષે ભાવનગરમાં એક સાથે ૮૦૦ જેટલા વર્ષીતપના તપસ્વીઓના સામુહિક પારણા કરાશે.અખાત્રીજના પારણાને અનુલક્ષીને તા.૨ મેથી ભાવનગર ખાતે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે.અખાત્રીજના મહાપર્વના અનુસંધાને ભાવનગર શહેરમાં તા.૨.૫ને સોમવારથી આગામી તા.૪.૫ ને બુધવાર સુધી ત્રિ-દિવસીય મહોત્સવ ઉજવાશે.આ મહોત્સવ અંતગર્ત આજે તા.૨.૫ ને સોમવારે સવારે ૬.૪૫ કલાકે ભાવનગરના ભાઈઓના પાઘડી મંડળની પૂજા શહેરના કૃષ્ણનગર જિનાલયમાં કરાશે.બપોરે ૨.૩૦ કલાકે મહેંદી રસમ અનુપમ બંગલો અને રાત્રીના ૮ કલાકે દાદાસાહેબ ડોમ ખાતે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાશે.જયારે તા. ૩.૫ ને મંગળવારે સવારે ૯ કલાકે ગામના મોટા જિનાલયમાં શકસ્તવ અભિષેક, બપોરે ૩.૩૦ કલાકે ગેમ વીથ જ્ઞાાન નામક કાર્યક્રમ ગામમાં મોટા દેરાસરમાં યોજાશે.રાત્રીના ૮ કલાકે દાદાસાહેબ ડોમમાં કેસરીયો રંગ જિન શાસનનો મળશો શિર્ષક તળે સંગીતનો કાર્યક્રમ યોજાશે.જયારે આગામી તા.૪.૫ ને બુધવારે સવારે ૯.૧૫ કલાકે તૃપ્તિ જિનાલયથી તપસ્વીની શોભાયાત્રા નિકળશે. સવારે ૧૦ કલાકે દાદાસાહેબ આરાધના હોલમાં તપસ્વીરત્નના પારણા થશે.ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના તેમજ ભાવનગરના ઈતિહાસમાં સર્વપ્રથમ વખત આગામી વર્ષે ૮૦૦ જેટલા વર્ષીતપના તપસ્વીઓના પારણા આગામી વર્ષે ભાવનગર શહેરમાં જૈનાચાર્યોની નિશ્રામાં યોજાશે.આજથી થોડા વર્ષો પુર્વે ભાવનગર શહેરમાં ૬૦૦ જેટલા વર્ષીતપના તપસ્વીઓના સામુહિક પારણા યોજાયા હતા.