આમ આદમી પાર્ટીએ મુંબઈનું સૂકાન પ્રીતી શર્મા મેનને સોંપ્યું

137

મુંબઈ : મુંબઈ આમ આદમી પાર્ટીએ આજે રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને પાર્ટીના પ્રવક્તા પ્રીતિ શર્મા મેનનને પાર્ટીના મુંબઈ અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે.પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પંકજ ગુપ્તાએ તેની ઔપચારિક જાહેરાત કરી હતી.આગામી મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી આમ આદમી પાર્ટી પ્રીતિ શર્મા મેનનના નેતૃત્વ હેઠળ લડશે.દિલ્હી, પંજાબ કબ્જે કર્યા બાદ હવે આમ આદમી પાર્ટી ની નજર સોનાનૂ ઇંડૂ આપતી મુંબઈ મહાનગરપાલિકા ઉપર ટકી હોવાનું જાણવા મળે છે.એક નાના રાજ્ય કરતા પણ.મુંબઈ મહાનગરપાલિકા નૂ બજેટ વધારે હોય છે.આ પહેલાજ આમ આદમી પાર્ટી એ મુંબઈની તમામ ૨૩૬ બેઠકો લડવાનૂ એલાન કર્યુ છે.આમ આદમી પાર્ટી પહેલા, પ્રીતિની કોર્પોરેટ જગતમાં ત્રણ દાયકાની સફળ કારકિર્દી હતી.પ્રીતિ શર્મા મેનન એક સફળ ઉદ્યોગસાહસિક રહ્યા છે.જેમણે મહિલાઓ માટે પ્રથમ મહિલા સંચાલિત કેબ સેવા શરૂ કરી હતી.

Share Now