મહારાષ્ટ્રમાં હિન્દુઓને વિભાજિત કરવાનું ભાજપનું કાવતરું : ઉધ્ધવ ઠાકરે

151

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ આજે ભાજપ પર રાજ્યમાં હિંદુઓને વિભાજિત કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે.ઠાકરેએ કોંકણ અને પશ્ચિમ તથા ઉત્તર મહારાષ્ટ્રના શિવસેનાના જિલ્લા વડાઓને સાથે ઓનલાઈન સંબોધન દરમિયાન ભાજપની આકરી ટીકા કરી હતી.ભાજપનું નામ લીધા વિના ઉધ્ધવ ઠાકરેએ આક્ષેપ કર્યો હતો કે તેઓ મહારાષ્ટ્રનો ‘હિંદુ વિરોધી’ તરીકેની છબી ઉપવાસી રહ્યા છે.જેમકે તેમણે પશ્ચિમ બંગાળ અને કેરળના કેસોમાં કથિત રીતે કર્યું હતું.જે આ બન્ને રાજ્યે બિન- ભાજપ શાસિત રાજ્યો છે.ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીએ એન.સી.પી. અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી ત્યારથી જ ભાજપ હિન્દુત્વના મુદ્દા પર તેના જૂના સાથી શિવસેનાની સામે નિશાન તાકે છે.

પક્ષના નેતાઓને ઠાકરેના સંબોધન પછી મિડિયા સાથે કરેલા સંવાદમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને પક્ષનું સંગઠન મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.જો શિવસેના પર રાજકીય હલ્લાબોલ કરવામાં આવે તો કેવી રીતે બદલો લેવો તેનું માર્ગદર્શન ઠાકરેએ આપ્યું હતું એમ રાઉતે જણાવ્યું હતું.દરમિયાન આજે બેઠકમાં ત્રણ મુદ્દાની ખાસ માહિતી રાઉતે આપી હતી.જેમાં ૧૪ મેના મુંબઈમાં સભા, શિવસંપર્ક અભિયાન અને મરાઠાવાડામાં ૮ જૂનના રોજ સભા યોજાશે. આ સિવાય મુખ્યપ્રધાનના અયોધ્યાની મુલાકાતે જશે તેની માહિતી રાઉતે આપી હતી.

Share Now