જાણો ભારતી આશ્રમ જુનાગઢના ગાદીપતિ હરિહરાનંદજીએ આવુ પગલુ કેમ ભર્યુ

166

વડોદરા : ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદજીનો એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયો તેમના ગુમ થતા પહેલાનો હોવાનું માનવામાં આવે છે.આ વીડિયોમાં હરિહરાનંદજી કહી રહ્યાં છે કે …ભારતી આશ્રમ સરખેજનો ખુબ વિવાદ થયો.એક વર્ષથી અમારા ગુરૃજી ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછી થી વિવાદ શરૃ થયો અને સતત શરૃ જ છે.આશ્રમ માગે છે.વિલ મારા નામનું હતું.સામે ફ્રોડ વિલ બનાવ્યા. મને ખુબ દબાણ કરવામાં આવ્યુ દબાણ પુર્વક ઘણા યેનકેન પ્રકારે મારા ઉપર કીચડ ઉડયા અને ઉડાડે એવા માણસોને તૈયાર કર્યા.માણસો પણ કીચડ ઉડાવીને મને દબાણ કરે છે.હું હવે કંટાળી ગયો છું અને કંટાળીને મે આ નિર્ણય લીધો છે કે હવે હું આ છોડીને નીકળી જાઉં’જૂનાગઢ સહિત પાંચ સ્થળોએ ભારતી આશ્રમ આવેલા છેહરિહરાનંદ ભારતીના ગુમ થવા પાછળ અમદાવાદ સરખેજ આશ્રમનો વિવાદ.વિલ મુજબ હરિહરાનંદજી જ ગાદીપતિ હોવા છતાં સરખેજ આશ્રમ છોડવા માટે ખોટા વિલ બનાવીને ધમકીઓ અપાતી હોવાનો આક્ષેપ

જૂનાગઢ સહિત રાજ્યમા પાંચ સ્થળે આવેલા ભારતી આશ્રમના વર્તમાન ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ તા.૩૦ એપ્રિલ શનિવારની રાત્રે વડોદરા નજીક કપુરાઇ ચોકડી પાસેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થવા પાછળ અમદાવાદમાં સરખેજ સ્થિત આશ્રમનો વિવાદ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.ભારતી આશ્રમના ટ્રસ્ટીઓ સાથે થયેલી વાત મુજબ ‘ભારતી આશ્રમનું મુખ્ય મથક જુનાગઢ ગીરનારની તળેટીમાં આવેલો ભારતી આશ્રમ છે.આ ઉપરાંત અમદાવાદમાં સરખેજ અને સનાથલ એમ બે વિસ્તારમાં ભારતી આશ્રમ છે આ ઉપરાંત સાવરકુંડલામાં વાંસીયા ભાટ ખાતે અને કેવડિયામાં મળીને કુલ પાંચ આશ્રમો છે.ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીજીની નિયૂક્તિ થઇ હતી ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે.

ગુજરાતમાં આવેલા પાંચ આશ્રમોમાંથી માત્ર સરખેજ આશ્રમમાં જ આ વિવાદ ચાલી રહ્યો છે.વિલ મુજબ હરિહરાનંદજી જ ગાદીપતિ હોવા છતા તેમની સામે ખોટા આક્ષેપો અને ખોટા વિલ બનાવીને ગાદી છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા.હરિહરાનંદજી પાસે તેમને ધમકી આપતા ઓડિયો અને વીડિયો પણ હતા અને છેલ્લે હવે બાપુ ગુમ થયા છે.

Share Now