રાણા દંપતીની જામીન અરજી પરનો ચુકાદો હવે બુધવાર પર મોકૂફ રખાયો

124

મુંબઈ, તા.૨ : મુખ્ય પ્રધાનના ખાનગી નિવાસસ્થાન માતોશ્રી સામે હનુમાન ચાલીસાનું પઠન કરવાની હઠ પકડવા બદલ ધરપકડ કરાયેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિધનાસભ્ય રવિ રાણાને આજે પણ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી.મુંબઈ સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી પરનો ચુકાદો બુધવાર પર મોકૂફ રાખ્યો છે.ચુકાદો નોંધાવવાનું કામ અધૂરું હોવાથી અને અવાતીકાલે ઈદ નિમિત્તે રજા હોવાથી હવે બુધવારે સવારે તેમનો ચુકાદો જાહેર કરવામાં અવાશે.રાણા દંપતીએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાાનું પઠન કરવાની હઠ પકડતાં ૨૩ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.ખાર ખાતેના તેમના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી હતી.દંપતીએ હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી છતાં તેમના ઘરની બહાર ઉગ્ર શિવસૈનિકોએ તેમની સામે કેસ દાખલ કરવા અથવા તેમને માફી માગવાનું કહેવાની હઠ પકડી હતી.પોલીસે છેવટે દંપતીને પોલીસ સ્ટેશનમા ંલઈ જઈને તેમની સામે બે જુથ વચ્ચે દુશ્મનાવ ઊભી કરવા તથા રાજદ્રોહ જેવી આકરી કલમ હેઠળ કેસ નોંધ્યો હતો.માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાથી કોમી તંગદિલી નિર્માણ થતી નથી એવી રાણાની દલીલ સામે સરકાર ીવકિલે જણાવ્યું હતું કે જેના ઘર સામે તમને પઠન કરવાનું આયોજન કરો છો તેની સંમતિ મહત્ત્વની નથી?

Share Now