મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં ઠેર ઠેર રાજ ઠાકરેની તસવીર સાથે ‘ચલો અયોધ્યા’નાં પોસ્ટર્સ લગાડી દીધા છે.તે પોસ્ટરોમાં MNSનાં કાર્યકરોને અપીલ કરવામાં આવી છે કે ૫મી જૂને રાજ ઠાકરે સાથે અયોધ્યા પહોંચે.પોસ્ટર્સમાં હિન્દીમાં મોટા મોટા અક્ષરે જય શ્રી રામ લખવામાં આવ્યું છે.તેમાં તેમ પણ લખ્યું છે કે, હું ધર્માંધ નથી ધર્મ અભિમાની છું.ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે, મસ્જીદો ઉપર લાઉડ-સ્પીકર્સ લગાડવાનો પ્રશ્ન ધાર્મિક નથી પરંતુ સામાજિક છે.લાઉડ-સ્પીકર્સ હટાવવાની અંતિમ-સમય રેખા તેમણે ૩જી મેની આપી છે, અને કહ્યું છે કે જો ૩જી મે સુધીમાં તે લાઉડ-સ્પીકર્સ નહીં હટાવાય તો તેથી બમણો અવાજ કરે તેવાં સ્પીકર્સ ઉપર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.
એક મેદનીને સંબોધન કરતાં ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે આજે પહેલો દિવસ છે.આજથી ૪ દિવસ પછી હું કોઈનું સાંભળવાનો નથી.જ્યાં લાઉડ-સ્પીકર જોઈશ ત્યાં હનુમાન ચાલીસા વગાડવા શરૂ કરીશ.આ મુદ્દો ધર્મ સાથે જોડાયેલો નથી પરંતુ સમાજનો મુદ્દો છે.